News of Saturday, 19th September 2026
રેલનગરમાં ફલેટમાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઇ
સાગરનગરમાં જાહેરમાં પત્તા ટીચતા ત્રણ પણ ઝપટે ચડયાઃ પ્ર.નગર પોલીસ અને આજીડેમ પોલીસના દરોડા

રાજકોટઃ તા.૧૯, શહેરમાં જુગાર અંગે વધુ બે સ્થળે દરોડા પાડી પોલીસે આઠ મહિલા સહિત ૧૧ને ઝડપી લીધા હતા, પ્ર.નગર પોલીસે રેલનગર અને આજીડેમ પોલીસે સાગરનગર માં દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
પ્ર.નગર પીએસઆઇ એસ.ડી. કોઠીવાર , કોન્સ્ટેબલ પ્રતાપભાઇ વદર સહિતના સ્ટાફે રેલનગરમાં હરીદ્વારા સોસાયટી શેરી નં. ૧ માં મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટમા઼ ફલેટ નં. ૧૦૩ માં રહેતા જયોતીબેન જીજ્ઞેશભાઇ પંડયા (ઉઉવ. ૩પ) ના ફલેટમાંથી જુગાર રમતા જયોતિબેન ઉપરાંત શ્વાતીબેન જસવંતભાઇ દુધરેજીયા (ઉ.વ. ૪૦, રહે. મનહર એકલવ્ય એપાર્ટમેન્ટ), જયશ્રીબેન સુનીલભાઇ રાણપરા (ઉ.વ. ૪ર, રહે. બજરંગવાડી શેરી નં. ૪૩), માયાબેન જીતેન્દ્રસિંહ સોલંકી (ઉ.વ. ૪૧, રહે. હરીદ્વારા સોસાયટી),આશાબેન પરેશભાઇ રૂપારેલ (ઉ.વ. ૪૦, રહે. શુભ આશીષ વિલા એપાર્ટમેન્ટ, રેલનગર), ઇલાબેન કિશોરભાઇ પંડયા (ઉઉવ.૬પ, રહે.મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટ) દેવકુવરબા મેરૂભા ગોહિલ(ઉ.વ. ૬પ રહે.અમૃત સરીયાતા સોસાયટી, રેલનગર) અને જયશ્રીબેન દયુભાઇ રાજાઇ(ઉ.વ. પ૬, રહે. માં કોમ્પલેક્ષ સોસાયટી, રેલનગર) ને રૂા.૧૮,૯૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં :આજીડેમ પોલીસના હેડ કોન્સ્ટેબલ એસ.યુ. મિયાત્રા, કોન્સટેબલ સાવનભાઇ સાંગાણી સહિતના સ્ટાફે સાગરનગર મેઇન રોડ પર ચાની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા રણજીત ધીરૂભાઇ ધામેચા (ઉ.વ. ૩૬, રહે. હરસિધ્ધી સોસાયટી, મોરબી રોડ), ભરત રૈયાભાઇ ફાંગલીયા (ઉ.વ. ૩૩, રહે. મચ્છાનગર, માર્કેટીંગ યાર્ડની પાછળ) અને દશરથ અમૃતભાઇ વઢીયારા (ઉ.વ. રપ, રહે. સાગરનગર, માર્કેટીંગયાર્ડ પાસે) ને રૂા. ૧૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
(4:11 PM IST)










