News of Tuesday, 30th June 2026
શુકલપીપળીયાના વૃધ્ધ રાજકોટથી ગૂમ
જોવા મળે તો એ-ડિવીઝનમાં જાણ કરો

રાજકોટ તા. ૩૦: તાલુકાના શુકલ પીપળીયા ગામે નવીનનગરમાં રહેતાં હનુમંતસિંહ જયેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૬૧) તા. ૨૬/૬ના સવારે સાડા અગીયારેક વાગ્યે રાજકોટના ઢેબર ચોકમાંથી ગૂમ થતાં શોધખોળ કરવા છતાં ન મળતાં પુત્ર અજયરાજસિંહ પરમારે એ-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. તસ્વીરમાં દેખાતાં વૃધ્ધ જોવા મળે તો એ-ડિવીઝન પોલીસનો મો. ૬૩૫૯૬ ૨૭૪૩૬ ઉપર સંપર્ક કરવો. એએસઆઇ ભરતસિંહ ગોહિલ તપાસ કરે છે.
(3:24 PM IST)










