News of Monday, 16th November 2026
શાસકોના ઐતિહાસિક નિર્ણયને આવકારતા કર્મચારી યુનિયન
પ્રમુખ કશ્યપ શુકલ સહિતના આગેવાનોએ નેહલ શુકલ, પરેશ પીપળીયનો આભાર માન્યો મનપાના ૮૨૦૦થી વધુ કર્મચારીઓને રૂ. ૧૦૦૦ની પ્રોત્સાહક ભેટ આપવાની ઐતિહાસિક જાહેરાત બદલ કર્મચારી યુનિયનના હોદેદારોએ મેયર ડો. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળિયાનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું

રાજકોટઃ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ બનાવ બન્યો કે રાજકોટ મનપા મેયરશ્રી નેહલભાઇ શુકલ અને સ્ટે.કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા અને તેની ટીમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી કર્મશીલ તરીકે બિરદાવીને રૂા.એક હજારનું બોનસ જાહેર કર્યુ. ત્યારે દરેક કર્મચારી આનંદની લાગણી અનુભવી, યુનિયન દ્વારા રાજકોટ મનપાના મેયરશ્રી અને સ્ટે.કમિટીના ચેરમેનનું બહોળી સંખ્યામાં સન્માન કરવામાં આવ્યુ હતું. કર્મચારી યુનિયનના પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, મહામંત્રી પ્રેરિતભાઈ જોશી, મૌલેશભાઈ વ્યાસ સહિત વિવિધ યુનિયનના હોદેદારોએ આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો હતો. તેમણે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પુષ્પગુચ્છ અર્પણ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. કરકસરથી બચત અને બચતમાંથી કર્મચારી સન્માન તથા સમાજસેવાラરાજકોટ મહાનગરપાલિકાના શાસકોનો આ નિર્ણય સુશાસન, પારદર્શિતા અને સંવેદનશીલ વહીવટનું મજબૂત ઉદાહરણ બની રહ્યો છે.
(3:52 PM IST)










