News of Friday, 24th July 2026
રાજકોટ જિલ્લાની આરોગ્ય સેવાનું મૂલ્યાંકનઃ દિલ્હીની ટીમ ભાડલામાં
જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ માર્ગદર્શન

રાજકોટ જિલ્લાના ભાડલા ખાતે દિલ્હીથી આરોગ્ય ક્ષેત્રના બે અધિકારીઓ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધેલ. આરોગ્ય સમિતિના અધ્યક્ષ વિલાસભાઇ ઢાંકેચા અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.(
રાજકોટ તા.૨૪: જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં દિલ્હીના બે અધિકારીઓ મુલાકાતે આવી આરોગ્ય સેવાની સમીક્ષા કરી રહયા છે. આરોગ્ય સેવાની વધુ સુધારણા માટે માર્ગદર્શન આપી રહયા છે.
પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ વિલાસભાઇ ઢાંકેચા અને આરોગ્ય શાખાના અધિકારીઓ માર્ગદર્શન આપી રહયા છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ભાડલા (તા.જસદણ) ખાતે નેશનલ કવોલીટી એસયોરન્સ સ્ટાન્ડર્ડ (NHSRC) (દિલ્હી લેવલ)થી ર અધિકારીઓ ડો.પવનસિંહ અને ડો.સાવિત્રી કુમારી મુલ્યાંકન માટે આવેલ જેમાં જીલ્લા પંચાયત પદાધિકારી વિલાસભાઇ ઢાંકેચા- આરોગ્ય ચેરમેન, જીલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન મુકેશભાઇ મેર તેમજ તાલુકા પંચાયત સદસ્ય- હેમીબેન મેટાળીયા તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. સિંઘ તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.સિ.કે. રામ તેમજ સેવાભાવી તબીબ ડો.ચિરાગ કાકડીયા, ડો.રાજેશભાઇ જેતાણી તેમજ કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રી તેમજ પી.એચ.સી. ભાડલાના સ્ટાફે હાજરી આપેલ હતી.
(3:23 PM IST)










