News of Thursday, 23rd April 2026
અઠવાડીક રજા ન હોય તેવી દુકાન કે સંસ્થાઓએ પણ મતદાન કરવા જવા ૩ કલાકની રજા આપવી પડશે
મહાનગરપાલિકા શોપ એન્ડ એસ્ટા. શાખા દ્વારા મતાધિકાર માટેની વ્યવસ્થા જાહેર

રાજકોટ તા. ૨૩ : મહાનગર શોપ એન્ડ એસ્ટા. શાખાની યાદીમાં જણાવાયુ છે કે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં દરેકને મતાધિકાર મળવો જોઇએ. કોઇ દુકાન કે સંસ્થામાં નોકરી કરતા હોય અને અઠવાડીક રજા ચુંટણીના દિવસ તા. ૨૬-૪-૨૦૨૬ના રવિવારના ન આવતી હોય તો પણ તેવા કર્મચારી/કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે. તેમજ સામે જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં બદલીમાં મતદાનના દિવસે રજા આપવાની પણ વ્યવસ્થા કરી શકશે.
રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં તા. ૨૬-૪-૨૦૨૬ના રોજ મતદાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વટાઉખત અધિનિયમ મુજબ જોગવાઇઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓના કામદારો, શ્રમયોગીઓ તથા રોજમદાર છુટક તથા પરચુરણ કામ કરતા તમામ દુકાનો અને સંસ્થાઓ અધિનિયમ ૨૦૧૯ની કલમ ૧૮ હેઠળ મતદાનના દિવસે રજા અને વેતન માટે હકદાર રહેશે. તેમ સહાયક કમિશ્નર મહાનગરપાલીકાની યાદીમાં જણાવાયુ છે.
(3:52 PM IST)










