<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

રાજકોટ એઇમ્‍સ શરૂ થયાને ૬ વર્ષ થયા છતા અનેક મહત્‍વની કાયમી જગ્‍યાઓ ભરવાની બાકીઃ અનેક વિભાગમાં IPDનો અભાવ

હાર્ટ-ગેસ્‍ટ્રોની કાયમી જગ્‍યા ભરવાની બાકીઃ ડેપ્‍યુટેશન ઉપર મુકાયેલા તમામ ૩ વર્ષ પહેલા જતા રહ્યા : પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા તથા અન્‍યોની કલેકટરને વિસ્‍તૃત રજૂઆતો

રાજકોટ, તા. ૧૯: પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા તથા અન્‍યોએ કલેકટરને રજુઆતો કરી ઉમેર્યુ હતું કે, રાજકોટ એમ્‍સ હોસ્‍પિટલ એ દેશના વડાપ્રધાનશ્રી નો ડ્રિમ પ્રોજેક્‍ટ છે અને તે સમય મર્યાદા મા પૂર્ણ થાય અને સૌરાષ્‍ટ્ર -કચ્‍છમા વસતા હજારો દર્દીઓ ને એમ્‍સ હોસ્‍પિટલની ઉત્તમ પ્રકારની મેડિકલ સેવા નો લાભ મળે તે ખુબ જ જરૂરી છે.

દેશના વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદીએ તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ઉદઘાટન કર્યું જેને પણ પોણા ત્રણ વર્ષ જેવો સમય થવા આવ્‍યો છે પ્રજાની પરસેવાની કમાણીના ટેક્ષના કરોડો રૂપિયા ખર્ચી એમ્‍સ હોસ્‍પિટલ મા તૈયાર થયેલ બિલ્‍ડીંગો અને સુવિધા નો લાભ  બાબુશાહી અને ભાજપના નબળા નેતાઓના કારણે પ્રજાને મળતો નથી આજે પણ એમ્‍સ હોસ્‍પિટલ મા વહીવટી વિભાગ ના મહત્‍વ ના પાંચ પદો ની કાયમી ભર્તિ બાકી છે. વહીવટી અધિકારી, નાણાકીય સલાહકાર, મેડિકલ સુપ્રીટેન્‍ડ, રજીસ્‍ટાર અને એસીઇ એજ્‍યુ. ઈજનેર ઇલેક્‍ટ્રિકનો સમાવેશ થાય છે. રજુઆતોમાં ઉમેરાયું છે કે, એમ્‍સ હોસ્‍પિટલ ા વિશાળ વહીવટી સુગમતા માટે સરકાર દ્વારા ત્રણ વર્ષ ના ડેપ્‍યુટેશન ઉપર મુકવામાં આવેલ સાત અધિકારીઓ પૈકી એકપણ અધિકારીએ તમનો ત્રણ વર્ષ નો કાર્યકાળ પૂરો કર્યો નથી અને કોઈ ને કોઈ કારણોસર અધવચ્‍ચે છોડી જતા રહ્યાં છે  જેમાં (૧) શ્રમદીપ સિન્‍હા (DDO) ડે. ડાયરેક્‍ટર - ૨ વર્ષ, (૨) પુનિત અરોરા (DDO) ડે. ડાયરેકટર - ૨ વર્ષ, (૩) જે વાળા વહીવટી અધિકારી  ૨ વર્ષ ૩ માસ, (૪) શ્રીધર વસાણી એકાઉન્‍ટ ઓફિસર ૨ વર્ષ, (૫) ડો. કુમાર ગૌરવ (ACE) પરીક્ષા વિભાગ ૧ વર્ષ, (૬) મી વાનખેડે- ઈજનેર ઇલેક્‍ટ્રિક વિભાગ ૧ વર્ષ ૬ માસ, (૭) અંબિકાપ્રસાદ ચૌબે - રજીસ્‍ટાર ૩ માસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એમ્‍સ હોસ્‍પિટલમા હાર્ટ સર્જન ગેસ્‍ટ્રો સર્જન જેવા ડોકટરો ની કાયમી નિમણૂકો બાકી છે તો અનેક વિભાગો મા IPD ની સુવિધા નો પણ અભાવ છે.

એમ્‍સ રાજકોટ ની જાહેર ફરિયાદો સક્ષમ વિપક્ષ તરીકે અનેક વખત એમ્‍સ ના  એકઝીકયુટીવ ડિરેકટર /ડીડી ડેપ્‍યુટી ડિરેક્‍ટર ને રૂબરૂ મળી લેખિતમાં રજુવાત કરેલ છે સાથે સાથે જીલ્લા કલેકટર સાંસદ રાજકોટ લોકસભા પ્રધાન મંત્રી અને કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી કાર્યાલય સુધી રજુવાતો કરેલ છે છતાં પણ બધીજ પ્રક્રિયા ગોકળગાય ગતીએ ચાલે છે જે જોતા એવુ લાગે છે કે એમ્‍સ પૂર્ણ સાકાર થતા હજુ બીજા ૧૦વર્ષ રાહ જોવી પડશે ખરેખર એમ્‍સ પ્રસાસન અને કેન્‍દ્રસરકાર આરોગ્‍ય વિભાગે એમ્‍સ હોસ્‍પિટલ ના દરેકે દરેક વિભાગ પૂર્ણ સવલતો સાથે કયારે કાર્યવન્‍ત થશે તેની (ડેડ લાઈન ) અંતિમ તારીખ જાહેર કરી મહત્‍વના ખાલી વહીવટી પદો બાકી રહેતા ડોકટરો ની ખાલી જગ્‍યાઓ અને જે જે વિભાગોમાં (IPD) સુપર - સ્‍પેશિયલિટી સારવાર અને ઓપરેશન ઉપલબ્‍ધ નથી તે અંગે તાત્‍કાલિક વ્‍યવસ્‍થા ઉભી કરવામા આવે તે જરૂરી છે. રજુઆતમાં શ્રી ગાયત્રીબા સાથે પુર્વ કોર્પોરેટર શ્રી અતુલ રાજાણી તથા અન્‍યો જોડાયા હતા.

(4:20 PM IST)