News of Thursday, 18th June 2026
બે દિવસથી ગૂમ લોહાણા યુવતીના પરિવારજનો શોકાતુરઃ માહિતી આપો

રાજકોટ તા.૧૮: રણછોડદાસબાપુ આશ્રમ નજીક શિવ શકિત હોટલ અને ભગવતી ડેરીવાળી શેરીમાં રહેતા નેહલકુમાર કક્કડના ધર્મપત્ની નિધિ કક્કડ (ઉ.વ.૨૭) બે દિવસ પહેલા ઘરેથી નિકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થતા બી ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા બેડીપરા ચોકીના એએસઆઇ અનિલસિંહ ગોહિલને તપાસ સોંપવામાં આવી છે.
શ્રમીક પરિવારની આ યુવતીના પીયર અને સાસરીયા પક્ષના લોકો ભારે ચિંતામાં શોકાતુર બન્યા છે. યુવતીનો મોબાઇલ સતત બંધ આવી રહયો છે. ગૂમ થયેલી યુવતી નિધી રણછોડદાસજી આશ્રમ પાસે આવેલા ડી માર્ટ સામેના ઇમીટેશન કારખાનામાં કામ કરી બંગડીના કારખાનામાં કામ કરતા પોતાના પતિને ઘર ચલાવવામાં મદદરૂપ થતા હતા. પરમદિવસે બપોરે ઘેરથી નિકળ્યા બાદ રાત સુધી પરત ન આવતા પિતા રસીકભાઇ રાયચા અને પતિ નેહલકુમાર કક્કડે બી ડિવીઝન પોલીસને જાણ કરતા તપાસ બેડીપરા ચોકીને સોંપવામાં આવી છે. ઉપરોકત તસ્વીર ગૂમ થયેલી નિધિ કક્કડની છે. કોઇપણને તેમના વિશે માહિતી મળે તો તેમના પતિ નેહલ કક્કડના મો.નં.૯૦૯૯૨ ૨૫૦૨૧ અને પિતા રસીકભાઇ રાયચાના મો.નં.૯૪૨૭૬ ૨૩૮૦૯ ઉપર માહિતી આપવા અપીલ કરવામાં આવી છે
(4:38 PM IST)










