<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

રાજકોટ જિલ્લા બેંકની ૬૭મી વાર્ષિક સભામાં ખેડૂતો પર ૭૫ કરોડની મહેર કરતા જયેશ રાદડિયા

જામકંડોરણામાં મળેલી સભામાં ૧૩૫ કરોડનો નફો અને ૧૫% ડિવિડન્‍ડ જાહેર : વિધાનસભા અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા સહિતના ઉપસ્‍થિત

જામકંડોરણા ખાતે જીલ્લા બેન્‍કની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. તેની તસ્‍વીરી ઝલક.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૯: સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્‍વલ સ્‍થાન ધરાવતી રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લા લેવલની સાત સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ આ સભામાં રાજકોટ અને મોરબી જિલ્લાના હજારો સહકારી આગેવાનો અને પ્રતિનિધિઓ ઉમટયા હતા.

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન અને જેતપુર-જામકંડોરણાના ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાએ ૬૭મી વાર્ષિક સભામાં બેંકની સિદ્ધિઓ રજૂ કરી અનેક ખેડૂતલક્ષી જાહેરાતો કરી હતી.

જયેશભાઈ રાદડિયાએ જણાવ્‍યું હતું કે, ૨૦૨૫-૨૬ના વર્ષમાં બેંકે રૂ. ૨૮૫ કરોડનો ગ્રોસ નફો અને રૂ. ૧૩૫.૧૦ કરોડનો ચોખ્‍ખો નફો કર્યો છે. સભાસદોને ૧૫% ડિવિડન્‍ડ આપવાની જાહેરાત કરાઈ હતી. બેંકનું નેટ NPA ૦% અને વસુલાત ૯૯% થી વધુ છે. આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત બેસ્‍ટ પરફોર્મન્‍સ અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહના હસ્‍તે દશકાનો શ્રેષ્ઠ એવોર્ડ મળ્‍યો છે.

તેમણે કહ્યું કે, ‘ખેડૂતોએ આ બેંકને' અદના આદમીની અડીખમ બેંક'નું બિરુદ આપ્‍યું છે, કારણ કે બેંક દરેક સારા-માઠા પ્રસંગે ખેડૂતોની પડખે ઊભી રહી છે.

સભામાં ૧૫ વર્ષથી વધુ સેવા આપનાર મંડળીના પ્રમુખોને સાફો, શાલ અને રૂ. ૨૧,૦૦૦ના ચેકથી સન્‍માનિત કરાયા હતા. બેંકની પ્રોત્‍સાહન યોજના હેઠળ વિજેતા મંડળીઓને મોટરસાયકલ વિતરણ કરાયું હતું. બેંકની અકસ્‍માત વિમા યોજના હેઠળ અવસાન પામેલા ૧૬ સભાસદોના વારસોને ૧૫-૧૫ લાખના ચેક અપાયા હતા. વર્ષ દરમિયાન કુલ ૬૦ પરિવારોને ૬.૬૦ કરોડની સહાય ચૂકવાઈ છે. તેમજ વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના હેઠળ રૂ. ૨૫,૦૦૦ના ચેક કળષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે અપાયા હતા.

જયેશ રાદડિયાની ૬ મોટી ખેડૂતલક્ષી જાહેરાતો

૨૦૨૬/૨૭માં રૂ. ૫,૦૦૦ કરોડના KCC ખરીફ ધિરાણ પર મંડળીઓને ૧.૫૦% લેખે કુલ રૂ. ૭૫ કરોડનું વ્‍યાજ માર્જિન આપવાની જાહેરાત.

 કળષિ તત્‍કાલ લોનમાં વધારો કરાયો છે.એકરે ૮૦,૦૦૦ લેખે મર્યાદા રૂ. ૭ લાખ હતી, તેમાં ૩ લાખ વધારી હવે રૂ. ૧૦ લાખ કરાશે.

કળષિ વિકાસ લોનમાં વધારો કરાયો છે. એકરે ૬૦,૦૦૦ લેખે મર્યાદા રૂ. ૪ લાખ હતી, તેમાં ૨ લાખ વધારી હવે રૂ. ૬ લાખ કરાશે.

 કેન્‍દ્રની ‘સહકાર સે સમળદ્ધિ' યોજનામાં કામગીરી કરનાર દરેક ખેતી મંડળીના મંત્રીને રૂ. ૧૦,૦૦૦નું ઇન્‍સેન્‍ટિવ.

 મંડળીઓને ખાતર, બિયારણ માટે ૯.૫૦% વ્‍યાજ દરે રૂ. ૨૫ લાખ સુધીની લોન, જેમાં રાજ્‍ય સરકાર તરફથી ૫% વ્‍યાજ સહાય મળશે.

નવા KCC હોલ્‍ડર માટે  ૨૦૨૭/૨૮માં નવા ખેડૂતોને જોડવા માટે મંડળી સ્‍ટાફને કુલ રૂ. ૨૫ લાખનું ઇન્‍સેન્‍ટિવ.

આ પ્રસંગે ગોરધનભાઈ ધામેલીયા, કિશોરભાઈ રાઠોડ, ભાનુભાઈ મેતા, ડી.કે. સખીયા સહિત સમગ્ર રાજકોટ અને મોરબી જિલ્લાના સહકારી આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જનરલ મેનેજર વી.એમ. સખીયાએ કર્યું હતું

(2:20 PM IST)