<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ગરબા ગ્રાઉન્‍ડમાં પગ ‘લથડયા' ને નજરે ચડયાઃ પ્રથમ નોરતે આઠ પ્‍યાસીઓની ‘બોણી'

રેસકોર્સ પાસે ગરબા ગ્રાઉન્‍ડમાંથી બે સહિત કુલ આઠ પીધેલાને એ-ડીવીઝન, કુવાડવા, ભકિતનગર અને પ્ર.નગર પોલીસે ઝડપી કાર્યવાહી કરી

રાજકોટઃ તા.૧ર, શહેરમાં નવરાત્રીના પાવન પર્વના પ્રારંભ સાથે પણ અમુક પ્‍યાસઓએ છાંટોપાણી છોડયા નહોતા. ‘મદીરાપાન' કરીને નિકળનાર ૮ ‘પ્‍યાસીઓ'ને પોલીસે ઝડપી લીધા હતા જેમાં રેસકોર્સમાં ગરબા ગ્રાઉન્‍ડમાંથી પણ બે શખ્‍સો દારૂ પીધેલ હાલતમાં પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્ર.નગર પોલીસે રેસકોર્સમાં ગરબા ગ્રાઉન્‍ડની અંદરથી દારૂ પીધેલી હાલતમાં રવી ભાભલુભાઇ લાલુ (ઉ.વ. ર૬, રહે. સ્‍વાતી પાર્ક, કોઠારીયા) અને પ્રદિપસિંહ હનુભા જાડેજા (ઉ.વ. ર૩, રહે. દવપરા, વિવેકાનંદનગર, ડંકીવાળી શેરી, કોઠારીયા રોડને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. તો એ-ડીવીઝન પોલીસે જિલ્લા ગાર્ડન ચોક પાસેથી મહેન્‍દ્ર જીવણભાઇ સરવૈયા (ઉ.વ. ૬૮)  પકડી લીધો હતો.

આ ઉપરાંત દારૂ પી વાહન લઇને નિકળેલા પાંચને પોલીસે પકડી લીધા હતા જેમાં એ-ડીવીઝન પોલીસે (૧)મહિલા અંડર બ્રીજ પાસેથી અતુલલાવજીભાઇ પરસાણા, (ર) કુવાડવા રોડ પોલીસે અમદાવાદ હાઇવે પર નવાગામ તરફ જતા રસ્‍તેથી બાબુ જેસીંગભાઇ ચારોલા, (૩) દેવનગરના ઢોરા પાસેથી મુકેશ રવજીભાઇ મેર, (૪) ભકિતનગર પોલીસે સહકાર મેઇન રોડ પર ત્રિશુલ ચોક પાસેથી પરેશ કેશવલાલ ક્રિપલાણીને ઝડપી લીધા હતા. (પ) ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર  રપ વારીયા પાસેથી વનરાજ ઉર્ફે વિશાલ ઉર્ફે લંગડો ભગુભાઇ રાઠોડને ઝડપીલીધા હતા.

(2:22 PM IST)