<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મિરામ્‍બિકા શૈક્ષણીક સંકુલમાં ફાયર માર્ગદર્શન કેમ્‍પ યોજાયો

 

રાજકોટઃ શ્રી મિરામ્‍બિકા શૈક્ષણિક સંસ્‍થા અને મવડી ફાયર સ્‍ટેશનના સંયુકત ઉપક્રમે ધો.૧૧ તેમજ ધો.૧ર ના વિદ્યાર્થીઓને ફાયર સબંધિત માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતુ. મવડી ફાયર સ્‍ટેશનના શ્રી ઓફીસર બારૈયા, ફાયર મેન નરેશભાઈ દ્વારા સમજણ અપાયેલ. સંસ્‍થાના રપથી વધુ સ્‍ટાફ પણ જોડાયો હતો. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી દિવ્‍યાબા જાડેજા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે પ્રેકિટકલ માર્ગદર્શન પુરૂ પાડયું હોવાનું સંકુલ હેડ મિતેષભાઇ ચાવડાની એક યાદીમાં જણાવાયુ છે.

(2:29 PM IST)