<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર પાસે ફાકીના પૈસા ન દેતાં ફિરોઝને ઘુસ્‍તાવી છરી ઝીંકી દેવાઇ

મુળ યુપીનો યુવાન શાકભાજી લઇને જતો હતો ત્‍યારે રોહિત, રાજેશ, દિપક નામના શખ્‍સોએ આંતરીને ડખ્‍ખો કર્ર્યોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધા

 

રાજકોટ તા. ૨૭: રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં યુવાન પર રૈયાધાર સરકારી સ્‍કૂલ નજીક તેના જ પડોશમાં રહેતાં ત્રણ શખ્‍સોએ ફાકી ખાવાના પૈસા માંગતા આ યુવાને પૈસા ન દેતાં ત્રણેયએ તેના પર હુમલો કરી ઢકીાપાટુનો માર મારી તેમજ છરીથી ઇજા કરી લોહીલુહાણ કરી નાંખતા સારવાર લેવી પડી હતી.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે હાલ રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર પાણીના ટાંકા પાસે સરકારી સ્‍કૂલ નંબર-૫૧ પાસે રહેતાં મુળ યુપીના બાદા જીલ્લાના ગડરીયા ગામના વતની ફિરોઝ ગુલામભાઇ કાદીર (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી સ્‍લમ ક્‍વાર્ટરના રોહિત, રાજેશ અને દિપક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફિરોઝ અહિ મોટા ભાઇ સલમાન સાથે રહી કલરકામ કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું રાતે નવેક વાગ્‍યે શાકભાજીલઇને ચાલીને ઘરે જતો હતો ત્‍યારે રૈયાધાર સરકારી સ્‍કૂલ નં. ૫૧ની પાછળ પહોંચ્‍યો ત્‍યારે અચાનક ત્રણ જણા આવ્‍યા હતાં અને મને ઉભો રાખી ફાકી ખાવાના પૈસા માંગ્‍યા હતાં.

મેં પૈસા આપવાની ના પાડતાં આ ત્રણેય ગાળો ેવા માંડયા હતાં. બાદમાં મને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બધા એક બીજાને રોહિત, રાજેશ, દિપક જેવા નામથી બોલાવતાં હતાં. આ દરમિયાન દિપક નામના શખ્‍સે છરી કાઢી મને ડાબા સાથળમાં મારી દીધી હતી. તેમજ બીજો ઘા રોકવા જતાં મને જમણી કોણી પાસે ઇજા થઇ હતી. આ ઉપરાંત મને ઢીકાપાટુ પણ માર્યા હતાં. બેં બૂમાબૂમ કરતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. મને લોહી નીકળતાં હોઇ હું મારા રૂમ સુધી પહોંચ્‍યોહ તો અને મારા મોટા ભાઇ તથા બીજા લોકોને ઘટનાની જાણ કરતાં મને હોસ્‍પિટલે ખસેડવા તજવીજ કરી હતી. રસ્‍તામાં રૈયાધાર શાક માર્કેટ પાસે પહોંચતા આ ત્રણેય ત્‍યાં જોવા મળતાં મારા ભાઇએ તેને પકડી લઇ પોલીસને જાણ કરી હતી. બાદમાં અમે ફરિયાદ નોંધાવી હતી અને સારવાર લીધી હતી. તેમ વધુમાં ફિરોઝે જણાવતાં હેડકોન્‍સ. કે. પી. મારૂએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(3:41 PM IST)