તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
રૈયાધારમાં સાડા પાંચ વર્ષના યુવરાજને પાડોશી નિલેષે ઉપાડીને જમીન પર પછાડયો
બાળક રમતો હતો ત્યારે બનાવઃ સારવાર માટે દાખલ કરવો પડયો

રાજકોટ તા. ૭: રૈયાધારમાં રહેતાં પરિવારના સાડા પાંચ વર્ષના પુત્રને તે ઘર પાસે રમતો હતો ત્યારે આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે આ બાળકને ઉપાડીને જમીન પર પછાડતાં પથ્થરને કારણે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ રૈયાધારમાં રહેતા રાજુભાઇ મકવાણાનો પુત્ર યુવરાજ (ઉ.વ.૫ાા) સાંજે ઘર નજીક બીજા બાળકો સાથે રમતો હતો ત્યારે આ વિસ્તારના જ નિલેષ નામના શખ્સે યુવરાજને ઉપાડીને જમીન પર પછાડતાં નીચે પથ્થર હોઇ તે આ બાળકને લાગી જતાં રડવા માંડયો હતો. આ કારણે તેના માતા સહિતના લોકો આવી જતાં નિલેષ ભાગી ગયો હતો. યુવરાજને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં યુનિવર્સિટી પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.
યુવરાજ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. તેના માતા-પિતા શાકભાજી વેંચવા સાથે છુટક મજૂરી કરે છે. બાળકના માતાએ કહ્યું હતું કે કદાચ નિલેષ કોઇ કારણોસર ભાન ભુલી મારા દિકરાને ગાળો દઇ બાદમાં ઉપાડીને પછાડયો હતો. બાળક યુવરાજે પણ પોતાને ઉપાડીને પછાડવામાં આવ્યાનું કહ્યું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(3:21 PM IST)










