<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ખાદ્યપદાર્થોના વેપારીઓ પર ફૂડ વિભાગનો સપાટો

૬૨ પેઢીમાં ચેકિંગ, ૩૮ કિલો અખાદ્ય જથ્‍થાનો નાશ : શહેરમાં બેકરી, આઇસ્‍ક્રીમ પાર્લર, ડેરી, ફરસાણ અને ખાણીપીણીની દુકાનોમાં તપાસનો ધમધમાટ : માત્ર રૂ. ૨ હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો : કોઠારિયાની મંત્ર બેકરીમાંથી એક્‍સપાયર્ડ મીઠાઈ, બ્રેડ, કલર અને ફ્‌લેવર સહિતનો જથ્‍થો ઝડપાયો : બે પેઢીને નોટિસ, પાંચ નમૂના લેબોરેટરીમાં મોકલાયા

રાજકોટ, તા., ૨૦ : રાજકોટમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ, ગંદકી અને એક્‍સપાયર્ડ ચીજવસ્‍તુઓના વેચાણ સામે મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગે સ્‍પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી. શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં ખાણીપીણીની ૬૨ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન કોઠારિયા વિસ્‍તારમાં આવેલી મંત્ર બેકરીમાંથી એક્‍સપાયરી ડેટ વીતી ગયેલી મીઠાઈ, બ્રેડ, બેકરીનો કાચો માલ, કલર, એસેન્‍સ અને ફ્‌લેવર સહિત કુલ ૩૮ કિલો અખાદ્ય જથ્‍થો મળી આવતાં સ્‍થળ પર જ નાશ કરવામાં આવ્‍યો હતો. તપાસ દરમિયાન બે પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્‍યારે પાંચ ખાદ્યપદાર્થોના નમૂના પળથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્‍યા છે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્‍વચ્‍છતાની સ્‍થિતિ ચકાસવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના કોઠારિયા રોડ, ગોંડલ રોડ, નાના મવા રોડ, બજરંગવાડી, શીતલ પાર્ક, રેલનગર, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ સહિતના વિસ્‍તારોમાં ફૂડ વિભાગની ટીમોએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન બેકરી, આઇસ્‍ક્રીમ પાર્લર, ડેરી ફાર્મ, ફરસાણની દુકાનો, ફાસ્‍ટફૂડ સેન્‍ટરો, કોલ્‍ડ્રિંક્‍સની દુકાનો સહિત વિવિધ પેઢીઓમાં ખાદ્યપદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્‍યું હતું.

મંત્ર બેકરીમાંથી ૩૮ કિલો એક્‍સપાયર્ડ જથ્‍થો ઝડપાયો

કોઠારિયા ગામ આગળ કોઠારિયા વોટર ટેન્‍ક સામે આવેલી મંત્ર બેકરીમાં તપાસ દરમિયાન અસ્‍વચ્‍છ સ્‍થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત બેકરીમાં રાખવામાં આવેલા કાચા માલ, મીઠાઈ, બ્રેડ, કલર, એસેન્‍સ અને ફ્‌લેવર સહિતની ચીજવસ્‍તુઓની એક્‍સપાયરી ડેટ વીતી ગયેલી હોવાનું સામે આવ્‍યું હતું.

ફૂડ વિભાગે કુલ ૩૮ કિલો જથ્‍થાનો સ્‍થળ પર જ નાશ કર્યો હતો. બેકરીમાં સ્‍વચ્‍છતાની સ્‍થિતિ અને લાઇસન્‍સ અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત રૂ. ૧,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો.

મંત્ર બેકરીમાંથી મલાઈ, માવો અને મોતીચૂરના લાડુના ત્રણ નમૂના લેવામાં આવ્‍યા હતા. આ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્‍યા છે.

આઇસ્‍ક્રીમના બે નમૂના લેવાયા

પેડક રોડ પર સિટી ગોલ્‍ડ પ્‍લાઝામાં આવેલી સંજના ફેશન નામની પેઢીમાંથી કેસર પિસ્‍તા આઇસ્‍ક્રીમ અને વેનીલા આઇસ્‍ક્રીમના નમૂના લેવામાં આવ્‍યા હતા. આ બંને નમૂના પળથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્‍યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્‍યા બાદ જ આ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને નિયમોનું પાલન થયું છે કે કેમ તે સ્‍પષ્ટ થશે.

ગોંડલ રોડ પર વળદ્ધાશ્રમ સામે રોનક કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલી આઇ મોગલ પાન એન્‍ડ હોટલમાં તપાસ દરમિયાન લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ પેઢી પાસેથી રૂ. ૧,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો. આમ, ફૂડ વિભાગે કુલ બે પેઢીઓને નોટિસ આપી રૂ. ૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્‍યો હતો.

૬૨ પેઢીઓમાં તપાસ,

માત્ર બેને નોટિસ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ૬૨ પેઢીઓમાં તપાસ કરી હોવા છતાં માત્ર બે પેઢીઓને નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ ૩૮ કિલો અખાદ્ય અને એક્‍સપાયર્ડ જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો છે. જોકે આ તમામ જથ્‍થો એક જ બેકરીમાંથી મળી આવ્‍યો હોવાનું મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

નાના મવા રોડથી બજરંગવાડી સુધી ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ

ફૂડ વિભાગે નાના મવા રોડ પર મોંઝિનિસ કેક શોપ, અમળત એન્‍ટરપ્રાઇઝ, નટ બટ, ચોકો બાઇટ કેક શોપ, મઠાવાલા ડોટ કોમ, વરૂડી એજન્‍સી, વળંદાવન ડેરી ફાર્મ, કૈલાશ ફરસાણ, ક્રિષ્‍ના દાળ પકવાન, પ્રિયા કેળા વેફર્સ, શ્રી લક્ષ્મી ફરસાણ એન્‍ડ સ્‍વીટ અને હિમાલયા સોડા એન્‍ડ સોફ્‌ટી સહિતની પેઢીઓમાં તપાસ કરી હતી.શીતલ પાર્ક મેઇન રોડ પર જય ગોપાલ દાળ-પકવાન, જય ગોપાલ ભૂંગળા બટેટા, મહાદેવ પુરી શાક, વેલ મદ્રાસ કાફે, ભગવતી દાબેલી, રાજ ફાસ્‍ટફૂડ, ગણેશ નાસ્‍તા ગળહ સહિતની પેઢીઓમાં પણ તપાસ હાથ ધરાઈ હતી.

બજરંગવાડી વિસ્‍તારમાં મોમાઇ આઇસ્‍ક્રીમ, મન્નત ગ્રોસરી સ્‍ટોર, સ્‍ટાર ગાંઠિયા, હિન્‍દ બેકરી, બાલાજી જાંબુવાલા, જય સોમનાથ દાળ-પકવાન, ખોડિયાર ફાસ્‍ટફૂડ, આનંદ જનરલ સ્‍ટોર, ગુજરાત બેકરી, શિહોરી કળપા ગાંઠિયા અને બાલાજી ભૂંગળા બટેટા સહિતની પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્‍યું હતું.

(3:09 PM IST)