News of Sunday, 26th April 2026
રાજકોટમાં પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ મેયર, , પૂર્વ કોર્પોરેટરો તથા ઉમેદવારોએ મતદાન કર્યુ

રાજકોટ: સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જ રાજકોટના વિવિધ મતદાન મથકો ઉપર મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરતા જોવા મળ્યા હતા. સવારથી જ મતદાન કેન્દ્રો બહાર મતદારોની કતાર લાગી હતી, જેમાં પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ પૂર્વ મંત્રી ઉમેશ રાજીગુરુ તથા તેમના ધર્મપત્ની, પૂર્વ મેયર મંજુલાબેન પટેલ, પુર્વ કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલ, અનિતાબેન ગોસ્વામી, સુરેન્દ્રસિંહ વાળા, તથા ઉમેદવાર મનીષ ભટ્ટ, પરેશ પીપરીયા તેમજ ગૌતમ ગોસ્વામી અને ભાજપ કાર્યાલયના શૈલેષ દવે સહિતના આગેવાનોએ મતદાન કર્યુ હતુ.
(1:17 PM IST)










