તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Thursday, 18th June 2026
કેદીઓના મનીઓર્ડરની રકમ ઓળવી જવાના ગુનામાં રાજકોટના પૂર્વ જેલ સુપ્રિન્ટેન્ડનો નિર્દોષ છૂટકારો
ચુકાદા બાદ કોર્ટ દ્વારા જેલ સુપ્રિ.ના પી.એફ.ફંડ-ગ્રેચ્યુટી-પેન્શન રીલીઝ કરવા આદેશ

રાજકોટ, તા.૧૮: અત્રે ચીટીંગ અને વિશ્વાસઘાત તેમજ રકમ ઓળવી જવાના ગુનામાં રાજકોટ જેલના તત્કાલીન ઓફીસ સુપ્રિટેન્ડેન્ટને કોર્ટે નિર્દોષ જાહેર કરી પેન્શન સહિતના લાભો રીલીઝ કરવા હૂકમ કરેલ છે.
ઉપરોક્ત કેસની વિગત જોવામાં આવે તો, રાજકોટના ચકચારી ૨૦૧૮ ના જેલના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અરવિંદભાઈ કરસનભાઈ સોલંકીની સામે જેલના કેદીઓના મનીઓર્ડર મારફત આવેલ રૂપિયા ઓળવી જવાની અને તેમજ વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ તે સમયના જેલના તત્કાલીન જેલર શ્રી વી.ડી.વ્યાસ દ્વારા રાજકોટ ખાતે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ. અને જે તે સમયે આરોપી સરકારી નોકરિયાત હોઈ અને જેલ ખાતે ફરજ બજાવી રહેલ હોઈ કોર્ટ દ્વારા આગોતરા જમીન મંજુર કરવામાં આવેલ હતા.
ત્યાર બાદ આ કામે ચાર્જશીટ થતા આરીપી દ્વારા પોતે નિર્દોષ છે તેવી દલીલ રજુ કરવામાં આવેલ અને આરોપી દ્વારા ડીસ્ચાર્જ અરજી ગુજારવામાં આવેલ જે નામંજૂર થતા આરોપી દ્વારા ગુનો કબૂલ નથી તેવી કબુલાત આપીને કેસ શરુ કરવામાં આવેલ અને હતો.
આ કેસ ચાલી જતા તેમાં પુરાવા લેવાતા તેમજ વિવિધ સાહેદ અને સાક્ષીઓને તપાસતા તેમજ અલગ અલગ જેલ કમિટી ઓના સતાધીશોને પણ તપાસેલ જેમાં અમદાવાદ, જેલના જેલર, રાજકોટ જેલના જેલર, ગાંધીધામજેલના જેલર, વડોદરા જેલના જેલર તેમજ તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર શ્રી પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો શામેલ થાય છે. આ કામે સરકાર પક્ષે ૨૯ સાહેદ તેમજ સાક્ષી ઓ સરકાર પક્ષે જુબાની આપવામાં આવેલ અને ચાર્જશીટમાં રજુ થયેલ. જે તમામને કોર્ટ દ્વારા રજુ રાખવામાં આવેલ અને તેમાં રાજકોટના વકીલ શ્રી હેમંત શેઠ દ્વારા જુબાની અને ઉલટ તપાસ લેવામાં આવેલ.
તમામ સાક્ષી અને સાહેદોને તપસ્યા બાદ કોર્ટમાં બંને પક્ષોની દલીલ રજુ કર્યા બાદ તેમજ ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમકોર્ટના વિવિધ ચુકાદાઓ પણ રજુ કરેલ જેને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીની તરફેણમાં ચુકાદો આપીને ઉપરોક્ત ગુનામાં આરોપીને નિર્દોષ જાહેર કરેલ છે.
આમ રાજકોટના જેલ ઓફીસ સુપ્રીટેન્ડેનટ અરવિંદભાઈ કરસનભાઈ સોલંકીને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવેલ. તદ ઉપરાંત કોર્ટ દ્વારા આરોપીના રોકાયેલ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, પેન્શન પણ રીલીઝ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કામે રાજકોટના એડવોકેટ શ્રી હેમંત એસ શેઠ એડવોકેટ શ્રી અલ્પ જે પેઢડીયા, તેમજ સહાયક તરીકે પ્રેક્ષા. એચ. શેઠ રોકાયેલ હતા.
(3:30 PM IST)










