News of Thursday, 5th November 2026
રૈયા રોડ પર તીરૂપતીનગરમાં દારૂ પી નિકળેલા બે વૃધ્ધ સહિત ચાર ઝડપાયા
દારૂ પી વાહન લઇને નિકળેલા બે સહિત ત્રણ શખ્સો પણ ઝપટે ચડયાઃ ગાંધીગ્રામ, એલસીબીઝોન-૨ અને બી-ડીવીઝન પોલીસની કાર્યવાહી

રાજકોટ, તા.૫:રૈયા રોડ પર તીરૂપતીનગરમાં દારૂપી લટાર મારવા નિકળેલા વૃધ્ધ વેપારી સહિત ચારેને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
તો દારૂપી વાહન લઇને નિકળેલા બે સહિત ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા, કોન્સ. જયદેવસિંહ પરમાર, કોૈશિકભાઇ ડાંગર, ચંદ્રદીપસિંહ જાડેજા, સતીષભાઇ લાવડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રૈયા રોડ પર તીરૂપતીનગર શેરી નં. ૩ પાસે ચાર શખ્સો દારૂપીધેલી હાલતમાં મળી આવતા બેને પકડી પૂછતાછ કરતા પોતાનું નામ સુરેશભાઇ ધીરજલાલ કટારીયા (ઉ.વ.૬૨ રહે તીરૂપતીનગર) ચંદ્રકાંતભાઇ હરૂમલભાઇ ડોડેચા (ઉ.વ. ૬૪ રહે દિનદયાલનગર, કટારીયા ચોકડી) ધર્મેશ પ્રદીપભાઇ આહીયા (ઉ.વ.૪૬ રહે ૨૫ કવાર્ટર, રૈયા ધાર) અને ભકિતદાન ભરતદાન બાદાણી (ઉ.વ. ૫૬ રહે ન્યુ મહાવીરનગર, ગાંધીગ્રામ) હોવાનું જણાવ્યુ હતું પોલીસે ચારેય સામે દારૂ પીવા અંગે અલગ-અલગ ૪ ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત એલસીબી ઝોન-૨ની ટીમે ડો. યાજ્ઞિક રોડ પર સવેશ્વર ચોક પાસેથી દારૂપી વાહન લઇને નિકળેલા પ્રતીક ઉર્ફે કાનો પંકજભાઇ ભેંસજાળીયા (ઉ.વ.૨૬ રહે વાસુરપરા, જસદણ)ને બી-ડીવીઝન પોલીસે જુનો કુવાડવા પોલીસ ચોકી પાસેથી ચંદુ લક્ષ્મણભાઇ ટોપીયા (ઉ.વ. ૫૪ રહે ગાર્ડન ગ્રીન સીટી સોસાયટી, મેંગો માર્કેટ પાછળ)ને પકડી લીધા હતા. જયારે ગાંધીગ્રામ પોલીસે રૈયા ટેલી ફોન) એકસચેન્જ થી કેકેવી તરફ જતા બ્રીજમાં છેડા પાસેથી સોહન ખુમાભાઇ રાઠોડ (ઉ.વ.૨૫ રહે કેકેવી હોલ પાસે ફુટપાથ પર)ને પીધેલી હાલતમાં પકડી કાર્યવાહી કરી હતી
(4:39 PM IST)










