News of Wednesday, 8th July 2026
ત્રણ રાજકોટના સહિત ચાર યુવકે બાન્દ્રા-વરલી સી-લિક પર કાર રોકીને ડાન્સ કર્યો
વર્ષાઋતુની મોજ માણવા જતાં ચારેય વિરુદ્ધ પોલીસની કાર્યવાહી

મુંબઈ તા.૮: ભર વરસાદમાં બાન્દ્રા-વરલી સી-લિક પર કાર ઊભી રાખી ડાન્સ કરવાનું ગુજરાતના ચાર યુવકને ભારે પડી ગયું હતું. સી-લિક પર વાહન ઊભું રાખવાની મનાઈ હોવા છતાં આવું ગતકડું કરનારા યુવકો વિરુદ્ધ વરલી પોલીસે ગુનો નોંધ્યો હતો.
વરલી ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલની ફરિયાદને આધારે વરલી પોલીસે અજ્ઞાન અબ્દુલભાઈ કાદરી (૨૪), સાજિદ રફીકભાઈ સમા (૨૭), વસીમ રફીકભાઈ સમા (૨૭) અને નાદીરઅલી મોહમ્મદ નોએદા (૨૪) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નાદીર અલી ગુજરાતના જૂનાગઢનો, જ્યારે બાકીના ત્રણ રાજકોટના વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ શનિવારની બપોરે બે વાગ્યાની આસપાસ પેટ્રોલિગ પર હાજર ટ્રાફિક કોન્સ્ટેબલ સ્વપિ્નલ વાઘમારેને માહિતી મળી હતી કે સી-લિક પર બ્લેક સ્કોર્પિયો ઊભી રહી હતી અને તેમાંથી ઊતરેલા ચાર યુવક વરસાદમાં ડાન્સ કરતા હતા. આ કાર વરલી તરફ જઈ રહી હોવાનું જાણવા મળતાં સી-લિકના વરલીના છેડે તેને આંતરવામાં આવી હતી. એ સિવાય બાન્દ્રા તરફના ટોલપ્લાઝા ખાતે સીસીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં.
કાર રાજકોટના રસુલપારા ખાતે રહેતો અજ્ઞાન કાદરી ચલાવતો હતો. યુવકોએ કબૂલ્યું હતું કે વરસાદની મોજ માણવા તેમણે કાર સી-લિક પર ઊભી રાખી હતી અને પછી ડાન્સ કર્યો હતો. તાબામાં લેવાયેલા ચારેયને વરલી પોલીસને સોંપાયા હતા. પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી.
(3:02 PM IST)










