<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

દિવાળીના રંગમાં ગૌ સેવાની સુગંધ : ફટાકડાના વેચાણની આવક ગૌશાળામાં અપાશે

રાજકોટ : દીપાવલી પર્વના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. શહેરમાં અનેક સ્‍થળોએ ફટાકડાની દુકાનો જોવા મળી રહી છે ત્‍યારે અહીંના સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટની બાજુમાં આવેલ  શ્રીનાથજી ફટાકડા મોલ ખાતે શ્રી શ્‍યામ ગૌશાળાના લાભાર્થે ફટાકડાનો સ્‍ટોલ રાખવામાં આવેલ છે. ફટાકડાના વેચાણમાંથી જે કંઈ આવક થશે એ ગૌશાળાના ઉપયોગ માટે લેવામાં આવશે તેમ જણાવાયું છે. અહીં ૧ રૂપિયા થી લઈ ૨૦ હજાર રૂપિયા સુધીના ફટાકડા ઉપલબ્‍ધ હોવાનું જણાવાયું છે. (તસ્‍વીર  : અશોક બગથરીયા)

(3:37 PM IST)