તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Thursday, 16th April 2026
સોરાષ્ટ્ર કલા કેન્દ્રમાંથી ગાંધીગ્રામ પોલીસે બે લાખના દારૂ સાથે રાધીકાને પકડી
પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ વી.ડી. રાવલીયાની ટીમની કાર્યવાહી : એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. રવિભાઇ ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, કોન્સ. કોૈશિકભાઇ, પ્રશાંતભાઇની બાતમી : અગાઉ ચોટીલામાં પણ આવા ગુનામાં સામેલ

રાજકોટ તા. ૧૬: આગામી મ્યુ.કોર્પોરેશનની ચુંટણી અંતર્ગતં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગાંધીગ્રામ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં દરોડો પાડી એક મહિલાને વિદેશી દારૂન ાજથ્થા સાથે પકડી લીધી છે. આ મહિલા અગાઉ પણ ચોટીલામાં દારૂના ગુનામાં પકડાઇ હતી. ઘરમાં જથ્થો રાખી તે દારૂનું વેંચાણ કરતી હતી.
દારૂ જૂગારની પ્રવૃતિને ડામવા પીઆઇ એચ. પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી. સ્ટાફ પીએસઆઈ વી.ડી. રાવલીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. રવિભાઇ ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, કોન્સ. કોૈશિકભાઇ અને પ્રશાંતભાઇને બાતમી મળતાં સૌરાષ્ટ્રકલા કેન્દ્ર સોસાયટીની શેરી નંબર ૮ માં આવેલા પ્લોટ નં. ૭/બી મકાનમાં દરોડો પાડતાં ઘરમાંથી સિગ્નેચર્સની ૭૨ બોટલો, હન્ડ્રેડ પાઇપર્સની ૧૨, જોની વોકર રેડ લેબલની ૧૨ મળી ૯૬ બોટલો મળી આવી હતી. રૂા. ૨,૦૮,૭૮૦નો દારૂ તથા બે મોબાઇલ ફોન મળી કુલ ૨,૫૮,૭૮૦નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આ ગુનામાં મકાનમાં હાજર રાધિકાબેન રાકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦)ની અટકાયતની કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ મહિલા આરોપી અગાઉ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પણ દારૂના ગુનામાં ઝડપાઇ ચુકી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઈ એચ.પી. ગઢવી, પીએસઆઈ વી. ડી. રાવલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. રવીભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, શબ્બીરખાન મલેક, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઈગઢવી, પ્રશાંતભાઇ ગજેરા, કૌશિકભાઈ ડાંગર, જયદેવસિંહ પરમાર અને મહિલા કોન્સ્ટેબલ રીનાબેન પરમારની ટીમે આ કામગીરી કરી છે. લાલા નામનો શખ્સ આપી ગયાનું રટણ કરતી હોઇ વિશેષ તપાસ થઇ રહી છે. (૧૪
(3:06 PM IST)










