<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ભગવતી સોસાયટીમાં વાહન પાર્કિંગ મામલે ગનીભાઇ અને તેના પુત્ર આસીફ પર પાડોશીઓનો હુમલો

સિકંદર, નજીમ, અલ્‍તાફ સહિતના છરી-ધોકાથી તૂટી પડયા

રાજકોટ તા. ૨૬: શહેરના દૂધ સાગર રોડ પર આવેલી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા જેવી બાબતે પિતા પુત્ર પર પાડોશીઓએ છરી ધોકા વડે હુમલો કરતા ઈજાગ્રસ્‍ત થયા હતાં. પિતા પુત્રને તાત્‍કલિક સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી છે.

 જાણવા મળ્‍યા મુજબ દૂધસાગર રોડ પર આવેલા ભગવતીપરા સોસાયટી શેરી નંબર-૪માં રહેતાં ગનીભાઇ સુલેમાનભાઇ કારીયાણી (ઉ.વ.૫૦) પર સવારે તેમના પાડોશમાં રહેતાં સિકંદર, અલ્‍તાફ, નઝીર સહિતનાએ છરી-ધોકાથી હુમલો કરતાં ઇજાઓ પહોંચી હતી. તેમને બચાવવા માટે પુત્ર આસીફભાઇ ગનીભાઇ કારીયાણી (ઉ.વ.૩૦) વચ્‍ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

વધુ વિગત મુજબ હુમલામાં ઘાયલ થયેલા ગનીભાઇ નિવૃત જીવન જીવે છે. જ્‍યારે તેનો પુત્ર આસીફભાઇ બેટરીની દુકાન ચલાવે છે. ગનીભાઇના કહેવા મુજબ બાજુમાં સિકંદરના ઘરનું કામ ચાલુ છે. પોતાના ઘર પાસે તેમણે બાઇક પાર્ક કરતાં સિકંદરે અહિ કેમ બાઇક રાખે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં સિકંદર સહિતે હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:46 PM IST)