News of Monday, 20th April 2026
મવડીમાં ગુરૂવારથી પૂ.ગીરીબાપુના વ્યાસાસને ગૌધામ શિવકથા
જય સરદાર ગૌશાળા જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ કોઠારીયા દ્વારા આયોજન :રાજભા ગઢવી, હિતેશ અંટાળા, અલ્પા પટેલ,યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી, કૌશિક પટેલ, શ્રુતિ પટેલનો કાર્યક્રમ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂ.ગીરીબાપુના વ્યાસાસને યોજાનાર શિવકથાના આયોજકો નજરે પડે છે. આ તકે અકિલાના યુવા પત્રકાર તુષાર એમ.ભટ્ટ પણ ઉપસ્થિત હતા.
રાજકોટ તા.૨૦ : રાજકોટના આંગણે શિવ કથાકાર પૂ.ગીરીબાપુના વ્યાસાસને ભવ્યાતિભવ્ય ગૌ ધામ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨૩-૪-૨૦૨૬ થી તા.૧-૫-૨૦૨૬ સુધી દરરોજ બપોરે ૩ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અમળત વાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલની સામે ૮૦ ફૂટ રોડ,મવડી,રાજકોટ ખાતે જય સરદાર ગૌશાળા જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ કોઠારીયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ શિવકથાના આયોજકોએ વિગતો વર્ણવી હતી અને કથા શ્રવણનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.
આયોજકોએ જણાવ્યું હતું કે, પવિત્ર ગૌધામ શિવ કથા ભક્તિ, જ્ઞાન અને સંસ્કળતિનો પાવન ઉત્સવ છે. નવ દિવસ સુધી ચાલનારી આ કથામાં ભગવાન શિવના મહિમા, ધર્મના સિદ્ધાંતો અને જીવનમૂલ્યોનું સરળ અને પ્રેરણાદાયક વર્ણન કરવામાં આવશે. આ પાવન પ્રસંગે ભક્તો કથા શ્રવણ દ્વારા આધ્યાત્મિક શાંતિ, પ્રેરણા અને ધાર્મિક લાભ પ્રાપ્ત કરશે.
પોથીયાત્રા તા. ૨૩-૦૪-૨૦૨૬ ને ગુરુવારે સવારે ૮ વાગ્યે પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી વિધિવત પ્રસ્થાન કરશે.
પ્રથમ દિવસે તા.૨૩-૦૪-૨૦૨૬ ને ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે શિવ કથા નો પ્રારંભ થશે. તા.૨૪ થી તા.૨૭ સુધી દરરોજ બપોરે ૩ થી ૬ દરમિયાન શિવકથાનું પૂ. ગીરીબાપુ રસપાન કરાવશે.તા.૨૮ ને મંગળવારે સતી પ્રાગટય,તા.૨૯ ને બુધવારે શિવ પાર્વતી વિવાહ તથા તા.૩૦ ને ગુરુવારે શિવ કથાનુ રસપાન તથા તા.૧-૫-૨૦૨૬ને શુક્રવારે સવારે ૯ વાગ્યે શ્રી શિવકથા વિરામ લેશે.
ગૌમાતાના સાનિધ્યમાં આયોજિત આ પવિત્ર પ્રસંગમાં બાલાજી દાદાની કળપાથી દરરોજ સાંજે ૬.:૦૦ વાગ્યે ભોજન પ્રસાદ તથા દરરોજ રાત્રે ૮.:૦૦ કલાકે વિશેષ રાત્રિ કાર્યક્રમ સંતવાણી તથા સાંસ્કળતિક કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૨૫ એપ્રિલે અલ્પા પટેલ, હિતેશ અંટાળા તા.૨૬ ને રવિવારે યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી, કૌશિક પટેલ તથા તા. ૨૭ને સોમવારે રાજભા ગઢવી અને શ્રુતિ પટેલનો કાર્યક્રમ યોજાયો છે.
જય સરદાર ગૌશાળા ગૌસેવા, સંરક્ષણ અને સંસ્કળતિના મૂલ્યોને જીવંત રાખવાનો એક પવિત્ર પ્રયાસ છે. અહીં ૧૦૦૦ કરતા વધુ સેવાભાવી કાર્યકરો નિસ્વાર્થ ભાવ અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ગૌમાતાની સેવા માટે સમર્પિત છે.
ગૌમાતાઓને અહીં માત્ર આશ્રય આપવામાં આવતો નથી, પરંતુ લાડકવાયા સંતાન સમાન પ્રેમ અને સંરક્ષણ સાથે આત્મીયતાથી સંભાળ રાખવામાં આવે છે. અહીં ગૌમાતાઓનું દોહન કરવામાં આવતું નથી અને ગૌઉત્પાદનોનો કોઈ પણ પ્રકારનો વેપાર કરવામાં આવતો નથી; ગાયનું દૂધ માત્ર નાના વાછરડાઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે.
જન્મતિથિ અને સ્મળતિદિવસે દાન માંગવાને બદલે ભક્તોને પોતાના હાથે ગૌમાતાને લીલું ઘાસ ખવડાવી સેવા કરવાનો અવસર આપવામાં આવે છે. આવા અનેક સેવાકાર્યો દ્વારા ગૌસેવા થકી ભારતીય સંસ્કળતિ અને સંસ્કારોને સમાજમાં જીવંત રાખવાનો પવિત્ર સંકલ્પ સતત કાર્યરત છે.
ગૌમાતાઓ માટે રોજિંદી લીલા ઘાસયારા અને પૌષ્ટિક આહારની સુવ્યવસ્થિત વ્યવસ્થા, ગૌમાતાઓના સ્વાસ્થ્ય માટે અનુભવી અને નિષ્ણાંત ગૌ-ચિકિત્સકો દ્વારા સારવાર,ગૌમાતાઓ માટે સુરક્ષા, સ્વચ્છતા અને શુદ્ધ પાર્ણી સાથે સજ્જ આધુનિક ગૌશાળા, ગૌ સેવા દ્વારા ભારતીય સંસ્કળતિ અને સંસ્કારોની સમાજમાં જાગળતિ માટે કાર્યક્રમો થઈ રહ્યા છે.
જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ (કોઠારીયા)ના સંચાલક ટ્રસ્ટી મંડળના ચેરમેન ગોરધનભાઈ અરજણભાઇ લક્કડ,વાઇસ ચેરમેન જયેશભાઈ પાંચાભાઇ સોરઠીયા, પ્રમુખ ડાયાભાઇ નરશીભાઈ અકબરી,ઉપ પ્રમુખ જેનિશભાઈ આંબાભાઈ ડોબરીયા,ટ્રસ્ટી રમેશભાઈ ગોરધનભાઈ સીદપરા,મંત્રી ઘનશ્યામભાઈ બાબુભાઈ પાંભર,સહ મંત્રી મહેશભાઈ મગનભાઈ વેકરીયા, ખજાનચી દિનેશભાઈ ભોજાભાઈ મેઘાણી, સહ ખજાનચી રસિકભાઈ નાનજીભાઈ મૂંગરા,આયોજન સમિતિના ભુપતભાઈ નાનજીભાઈ ઘીયાડ, મહેન્દ્રભાઈ કરશનભાઈ વાછાણી, ટ્રસ્ટીઓ મનસુખભાઈ માધાભાઈ ખાત્રાણી, સંજયભાઈ ગણેશભાઈ ખાત્રાણી, ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સોજીત્રા, જેરામભાઈ જીવરાજભાઈ રૈયાણી, ખોડીદાસભાઈ એન. પાનસુરિયા, અશોકભાઈ મોહનભાઈ વેકરીયા,ડો. સંજયભાઈ તુલસીભાઈ ખૂંટ, કરમશીભાઈ રણછોડભાઈ પરસાણા સહિતની ટીમ તથા જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો અને દાતાઓ જહેમત ઉઠાવે છે.
રાજકોટના મવડી વિસ્તારમાં પૂ.ગીરીબાપુના વ્યાસાસને આયોજિત શિવકથામા સૌ ભાવિકોને ઉપસ્થિત રહેવા જય સરદાર ગૌશાળા(રાજકોટ-કોઠારીયા) દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે જય સરદાર ગૌશાળા, જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ-કોઠારીયા કિસાન પંપની પાછળ, શીતળા માતાજીના મંદિર પાસે,નેશનલ હાઇવે ગોંડલ રોડ,રાજકોટ કોઠારીયા (મો.૯૮૯૮૦ ૩૦૨૬૬ ,મો.૯૮૯૮૫ ૩૧૨૩૯) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
અકિલા કાર્યાલય ખાતે જય સરદાર ગૌશાળાના આગેવાનો અને કથાના આયોજકો ગોરધનભાઇ લક્કડ, જયેશભાઇ સોરઠીયા, સંજયભાઇ ખુંટ, મહેશભાઇ વેકરીયા, અશોકભાઇ વેકરીયા, દિનેશભાઇ મેવાણી, હાર્દિકભાઇ સોરઠીયા ઉપસ્થિત રહયા હતા. (૪.૧૦)
જય સરદાર ગૌશાળા દ્વારા ૨૦૦૦થી વધુ જીવોની સેવા : ૧૦૦૦થી વધુ કાર્યકરો તત્પરઃ ખર્ચ ટ્રસ્ટી મંડળ ભોગવશે
રાજકોટ, તા.૨૦ : રાજકોટમાં એક ભવ્ય અને આધ્યાત્મિક મહોત્સવ શરૂ થવાનો છે. ગૌધામ શિવ કથા મહોત્સવ અંતર્ગત પૂ. ગીરીબાપુના વ્યાસાસને તા. ૨૩ એઙ્ઘિલથી ૧ મે સુધી અમળત વાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલ પાસે, ૮૦ ફૂટ રોડ, મવડી ખાતે યોજાશે. કથાનો ભોજનપ્રસાદ સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટીમંડળ ભોગવશે.
આ મહોત્સવમાં દરરોજ બપોરે ૩ થી ૬ શિવ કથા અને દરરોજ રાત્રે ૮ વાગ્યે સાંસ્કળતિક કાર્યક્રમ ડાયરો, ઝાંખી અને રસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર કથા નથી, આ ભક્તિ, સેવા અને સંસ્કળતિનો અનોખો અનુભવ છે.
જય સરદાર ગૌશાળા દ્વારા ૨૦૦૦થી વધુ જીવોની સેવા કાર્યે આ પવિત્ર આયોજન કરાયું છે. ૨૦૦૧માં ૨૫ ગાયોથી થયેલી નાની શરૂઆત આજે એક મજબૂત અને સતત ચાલતું સેવા કાર્ય બની છે. અહીં ગૌમાતાની સંભાળ સંપૂર્ણ તોહ અને સુરક્ષા સાથે કરવામાં આવે છે. પૌષ્ટિક આહાર, યોગ્ય વાતાવરણ અને સતત આરોગ્ય દેખરેખની વ્યવસ્થા સાથે અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા નિયમિત સારવાર અને કાળજી લેવામાં આવે છે.
ગૌમાતા આપણા જીવન અને સંસ્કળતિ સાથે જોડાયેલું એક પવિત્ર અને ભાવનાત્મક સ્થાન ધરાવે છે. ગૌ સેવા દ્વારા કરુણા, સહઅસ્તિત્વ અને સંસ્કારનો અનુભવ થાય છે. પારદર્શક વ્યવસ્થા અને વિશ્વાસ પર આધારિત કાર્યપદ્ધતિથી આ સંસ્થા કાર્યરત છે. લોકો પોતાના હાથેથી ગૌમાતાને ખવડાવીને સેવા સાથે જોડાઈ શકે છે. જન્મદિવસ કે વિશેષ ઙ્કસંગોને ગૌસેવા સાથે જોડવાનો અનોખો અનુભવ પણ અહીં મળે છે.
હાલ ૧૦૦૦થી વધુ કાર્યકર્તાઓ અને સભ્યો સાથે મજબૂત ટીમ દ્વારા સંચાલિત આ સેવા કાર્યમાં દરેક કાર્ય સંકલ્પ, અનુશાસન અને જવાબદારી સાથે આગળ વધે છે. આયોજકો દ્વારા પરિવાર સાથે જરૂર આવવા અને આ દિવ્ય મહોત્સવનો ભાગ બનવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(3:26 PM IST)










