<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

૨૩.૮૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં ગોૈતમ ઉર્ફે ગોૈતુ દવે ઝડપાયો

ચોવીસ દિવસ અગાઉ પૂજા ભટ્ટના ફલેટમાં એસઓજીએ દરોડો પાડયો હતો એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૦: શહેર એસઓજીની ટીમે ચોવીસ દિવસ અગાઉ રૈયા રોડ યોગીનગર-૪માં આવેલા ગિરીરાજ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩માં દરોડો પાડી ૨૩.૮૦ લાખના ૬૮૦ ગ્રામ  હાઇબ્રીડ ગાંજા સાથે પૂજાબેન સાગર ભટ્ટને ઝડપી લીધી હતી. આ કેસમાં તેના ભાણેજ ગોૈતમ દવેનું નામ ખુલ્‍યું હતું. હાલ  લોીધકાના મોટા વડામાં રહેતાં આ શખ્‍સને એસઓજીએ ગ્રીનલન્‍ડ ચોકડીએથી પકડી લીધો છે.

શહેર એસઓજીએ ૩૭ વર્ષિય પૂજાબેન  ભટ્‍ઠ નામની મહિલાના ઘરમાંથી હાઇબ્રીડ ગાંજો જપ્‍ત કરી તેની સામે ગુનો નોંધ્‍યો હતો. તેણીની પુછતાછમાં તેના ભાણેજ ગોૈતમ ઉર્ફે ગોૈતુ વસંતકુમાર દવે (ઉ.વ.૨૪)નું નામ ખુલ્‍યું હતું. ત્‍યારથી તે ફરાર હતો. દરમિયાન ગોૈતમ ઉર્ફે ગોૈતુ ગ્રીનલેન્‍ડ ચોકડીએ આવ્‍યો હોવાની બાતમી મળતાં તેને દબોચી લીધો હતો. હાલ ગોૈતમ લોધીકાના મોટાવડા ખાતે લેક વ્‍યુ સિોર્ટ બંગલા નંબર-૧૦૭ ખાતે રહે છે.

ગોૈતમ દવે અગાઉ રાજકોટમાં અમીન માર્ગ પર ભાડાના મકાનમાં રહેતો હતો. તે  ઘર બદલતો રહેતો હતો અને હોટેલમાં પણ રહેતો હતો. તે પૂજાબેનના ઘરે આ ગાંજો મુકી ગયો હતો. ગોૈતમ અમદાવાદ તરફથી આ ગાંજો લાવીને વેંચતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ આર. કે. ગોહિલ, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, શબ્‍બીરખાન મલેક, જયદિપસિંહ જાડેજા, કોન્‍સ. જયપાલસિંહ ઝાલા અને રવિરાજભાઇ ધગલે તેને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(4:14 PM IST)