<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

સુવર્ણ ભૂમિ જલારામમય બન્‍યું: જાણે બીજી દિવાળી આવી હોય!

હૈયેહૈયું દળાય તેવા ભારે ઉત્‍સાહ સાથે પ.પૂ. જલારામબાપાની રર૭મી જન્‍મ જયંતિની ઉજવણી : * ‘જય જલિયાણ'ના નાદ સાથે હજારો ભાવિકોએ મહાપ્રસાદ લઇને ધન્‍યતા અનુભવીઃ વિશાળ-રમણિય પરિસરમાં ધામધૂમપૂર્વક શોભાયાત્રા નિકળીઃ આકર્ષક રંગોળી તથા રાસ-ગરબાની રમઝટ અને રાત્રે આઠ વાગ્‍યાથી ભકિત સંગીતમાં ભાવિકો રીતસર તરબોળ બન્‍યાઃ છપ્‍પનભોગ-અન્નકુટ સાથે મહાઆરતી અને પૂ. જલાબાપાના દર્શનનો લ્‍હાવો મેળવતા સામાજીક-રાજકીય આગેવાનોઃ રાજકોટ લોહાણા મહાજનના હોદેદારોની ખાસ ઉપસ્‍થિતિ * મનિષભાઇ ઠકકરના નેતૃત્‍વ હેઠળ સમગ્ર સુવર્ણભૂમિ પરિવાર દ્વારા કાબિલેદાદ ધાર્મિક-અલૌકીક આયોજન સંપન્ન

સુવર્ણભૂમિ પરિસરમાં પ.પૂ. જલારામબાપાની રર૭મી જયંતિની ધામધૂમપૂર્વક-અલૌકીક ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાંદલ માતાજીના દડવાના મહંતશ્રી હરેશબાપુ દ્વારા પૂ. જલારામબાપાની આરતી કરવામાં આવી હતી તથા શોભાયાત્રામાં લકઝુરીયસ કાર ઉપર પૂ. જલારામબાપાનો ભાવપૂર્વક ફોટો રાખીને બહેનો-બાળકો-વડીલોએ આરતી, રંગોળી તથા રાસ-ગરબાની રમઝટ સાથે શોભાયાત્રાનું સ્‍વાગત કર્યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. હજારો ભાવિકોએ મહાઆરતીનો લાભ લઇ પૂ. જલારામબાપા છપ્‍પનભોગ-અન્નકુટના દર્શન કર્યા હતા. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓશ્રી ડો. પરાગભાઇ દેવાણી અને શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, આયોજકો-અગ્રણીઓ શ્રી મનિષભાઇ ખખ્‍ખર, હિતેષભાઇ વિઠ્ઠલાણી, જલ્‍પેશભાઇ ભીમજીયાણી, ડો. હાર્દિકભાઇ તન્ના, શ્રી વિનુભાઇ ધીંગાણી, દિપકભાઇ ઉંધાડ (ડીસીપી) રાજકોટ, ખાટુશ્‍યામ મંદિરના પ્રમુખ શ્રી શર્માજી, ભાજપ અગ્રણીઓ-કોર્પોરેટરો શ્રી હરેશભાઇ કાનાણી, અશ્વિનભાઇ ભોરાણીયા, ધનશ્‍યામભાઇ હેરભા, નિતાબેન લાલ, જયોત્‍સનાબેન ટીલાળા, જયેશભાઇ ચોવટીયા, મનિષભાઇ ભટ્ટ, હિરેનભાઇ મંગલપરા, મનોહરભાઇ બાબરીયા, મહેશભાઇ પીપળીયા, સુનિલભાઇ ગોહેલ, ફર્નાન્‍ડીસભાઇ પાડલીયા, વિનુભાઇ ઇસોરીયા, મોહિતભાઇ ઘોડાસરા, મયુરીબેન ભાલાળા સહિતના મહાનુભાવોએ પૂ. જલારામબાપાના આશીર્વાદ લઇ ધન્‍યતા અનુભવી હતી જે દ્રશ્‍યમાન થાય છે.

રાજકોટ, તા. ૧૯: સુવર્ણભૂમિ ચોક, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે, રાજકોટ ખાતે આવેલ શહેરની જાણીતી-પ્રતિષ્‍ઠિત અને અગ્રીણ હરોળની સોસાયટી ‘સુવર્ણ ભૂમિ પરિસર' દ્વારા હૈયેહૈયું દળાય તેવા ભારે ઉત્‍સાહ સાથે પ.પૂ. જલારામબાપાની રર૭ મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સુવર્ણભૂમિ પરિસર જલારામમય બની ગયું હતું. જાણે બીજી દિવાળી આવી હોય તેવો ઉલ્લાસભર્યો માહોલ સર્જાયો હતો. બાળકો, બહેનો, યુવાનો, વડીલો પોતપોતાના ગૃપ સર્કલ અને સગાવ્‍હાલાઓ સાથે ભાવપૂર્વક જલારામ જયંતિની ઉજવણીમાં જોડાયા હતા.

‘જય જલિયાણ કરો કલ્‍યાણ' ના નાદ સાથે કોઇપણ નાતજાતના ભેદભાવ વગર હજારો ભાવિકોએ મહાપ્રસાદ લઇને ધન્‍યતા અનુભવી હતી. મહાઆરતી અને મહાપ્રસાદ શરૂ થયા પહેલા સુવર્ણભૂમિના વિશાળ-રમણિય પરિસરમાં ધામધૂમ પૂર્વક પૂ. જલારામબાપાની શોભાયાત્રા નિકળી હતી, જેમાં સાતેય વિંગમાં વિંગ વાઇઝ બહેનોએ આકર્ષક રંગોળી તથા રાસ-ગરબાની રમઝટ સાથે શોભાયાત્રાનું પવિત્ર ભાવ સાથે સ્‍વાગત કર્યુ હતું. રાત્રે આઠ વાગ્‍યાથી સાવરકુંડલાની જાણીતી ભજન મંડળી દ્વારા રજુ કરવામાં આવેલ ભકિતસંગીતમાં સૌભાવિકો રીતસર તરબોળ બની ગયા હતા. આનંદ-ઉત્‍સાહ સાથે સર્વત્ર જબ્‍બરદસ્‍ત ધાર્મિક અને પવિત્ર માહોલ સર્જાયો હતો.

સોસાયટીના હોમ એરીયામાં બનાવવામાં આવેલ પૂ. જલારામબાપાના મંદિરે પૂ. જલારામના દર્શન સાથે છપ્‍પન ભોગ-અન્‍નકુટના દર્શન અને પવિત્ર મહાઆરતીનો લ્‍હાવો શહેરના વિવિધ સામાજીક-રાજકીય આગેવાનોએ ભાવપૂર્વક મેળવ્‍યો હતો.

રાંદલ માતાજીના દડવાના મહંત શ્રી હરેશબાપુ તથા જામનગર રોડ રાજકોટ સ્‍થિત નિર્માણધીન ખાટુ શ્‍યામ મંદિરના પ્રમુખશ્રી શર્માજી, શ્રી સુરેન્‍દ્રકુમાર ગુપ્‍તાજી સમગ્ર ટ્રસ્‍ટીમંડળ સાથે ઉપસ્‍થિત રહયા હતા. રાજકોટ લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી અને શ્રી હિરેનભાઇ ખખ્‍ખરની પણ ખાસ ઉપસ્‍થિતિ હતી.

વિશેષ ઉપસ્‍થિતિમાં શહેર ભાજપ અગ્રણી અને શિક્ષણ સમિતિના સભ્‍યશ્રી હરેશભાઇ કાનાણી, ભાજપ અગ્રણી શ્રી મનોહરભાઇ બાબરીયા, કોર્પોરેટરો શ્રી અશ્વિનભાઇ ભોરાણીયા, ઘનશ્‍યામભાઇ હેરભા, નિતાબેન લાલ, જયોત્‍સના બેન ટીલાળા, મનિષભાઇ ભટ્ટ (ચેરમેન-સામાજીક ન્‍યાય સમિતિ), મહેશભાઇ પીપળીયા, સુનિલભાઇ ગોહેલ, વોર્ડનં. ૧૦ ભાજપ પ્રમુખશ્રી જયેશભાઇ ચોવટીયા, વોર્ડ નં.૧૧ ભાજપ પ્રમુખ હિરેનભાઇ મંગલપરા અને મહામંત્રી શ્રી વિનુભાઇ ઇસોરીયા, ભાજપ અગ્રણીઓ ફર્નાન્‍ડીસ ભાઇ પાડલીયા મોહિતભાઇ ઘોડાસરા, મયુરીબેન ભાલાળા, અગ્રણી શ્રી દિપકભાઇ ઉંઘાડ (ડીસીપી), ડો. હાર્દિકભાઇ તન્‍ના સહિતના મહાનુભવોનો સમાવેશ થતો હતો. સુવર્ણભૂમિ સોસાયટીના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખ શ્રી મનિષભાઇ ઠક્કરના નેતૃત્‍વ  હેઠળ સમગ્ર સુવર્ણભૂમી પરિવાર દ્વારા જલારામ જયંતી રૂપે કાબીલેદાદ ધાર્મિક અલૌકીક આયોજન સંપન્ન થયું હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સુવર્ણભુમી સોસાયટીના પ્રમુખ વિનુભાઇ ધીંગાણી, બંને ઉપપ્રમુખ મનીષભાઇ ઠક્કર અને મહેશભાઇ મોલીયા, મંત્રી શ્રી જયભાઇ ઘોડાસરા, ખજાનચી શ્રી સમીરભાઇ પાંભર સહિતના સુવર્ણભુમી પરીવારના હોદેદારો-સભ્‍યો શ્રી હિતેષભાઇ વિઠલાણી, મનોજભાઇ ખખ્‍ખર, જલ્‍પેશભાઇ ભીમજીયાણી, જીંદાલભાઇ ઠકકર, બ્રીજભાઇ મણીયાર, સુકેતુભાઇ ગણાત્રા, નિલેશભાઇ કકાસણીયા, કેતનભાઇ ગજ્જર, ભાવીનભાઇ રૂધાણી, કૃણાલભાઇ બચ્‍છા, પ્રદીપભાઇ દતાણી, સમીરભાઇ ચંદે, ધરમભાઇ પોપટ, સંદીપભાઇ પરમાર, પ્રિન્‍સભાઇ મણીઆર, પુરવભાઇ ભીમજીયાણી, દર્શનભાઇ ધકાણ, જેનીષભાઇ બુધ્‍ધદેવ, વિરેશભાઇ શાહ, કશ્‍યપભાઇ ઉનડકટ, ધર્મેન્‍દ્રભાઇ તન્ના, રોહીતભાઇ લાઠીગરા, ધર્મેશભાઇ કલોલા સહિતના સમગ્ર સુવર્ણભુમી પરીવારના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુવર્ણભુમી પરીસરમાં વર્ષ દરમ્‍યાન મોટાભાગના તમામ તહેવારો ભાઇચારાની ભાવના સાથે હળીમળીને ઉત્‍સાહપુર્વક ઉજવવામાં આવે છે જે પ્રેરણારૂપ છે.

(2:47 PM IST)