<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

પેડક રોડ મીરા પાર્કમાં ગોવિંદભાઇ સોલંકીનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

રાજકોટ તા. ૨૨: પેડક રોડ પર મીરા પાર્ક-૩માં રહેતાં ગોવિંદભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.૫૮) નામના પ્રોૈઢ સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર ગોવિંદભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં ચોથા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે કમ્‍પ્રેશરની દુકાન ચલાવતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. 

(3:44 PM IST)