News of Wednesday, 4th November 2026
આવતી કાલથી દિપાવલીના મહાપર્વનો પ્રારંભ : આજે રમા ઍકાદશી અને વાઘબારસ સાથે ઉજવાશે

રાજકોટઃ આસો વદ અગિયારસ આવતી કાલે તા.૫ નવેમ્બર ગુરુવારના દિવસે રમા એકાદશી અને વાઘબારશનો તહેવાર સાથે મનાવાશે અને દિપાવલીના મહાપર્વની શરૂઆત થશે.નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે ગુરુવારે રમા એકાદશી અને વાઘબારસ સાથે છે. ગુરુવારે સવારના ૧૦:૩૪ કલાક સુધી એકાદશી તિથિ છે ત્યારબાદ બારસ તીથી છે. વાઘબારસનું મહત્વ બપોરનુ છે જે શુક્રવારે નથી જ્યારે અગિયારસનું મહત્વ ઉદીયાત તીથી નું છે. આમ દરેક પંચાંગ -માણે નિયમ -માણે ગુરુવારે રમા એકાદશી અને વાઘ બારસ સાથે મનાવશે.
રમા એકાદશીનું વ્રત કરવાથી એકાદશીના નામ મુજબ લક્ષ્મી ધન અને સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસે અયોધ્યાવાસીઓ ને શ્રીરામ ભગવાનના આવવાના સમાચાર મળેલા આથી આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થયેલી આમ એક માન્યતા પ્રમાણે રામ ભગવાનના વખતથી રમા એકાદશીના દિવસથી રંગોળી કરે છે.
પદ્મ પુરાણમાં કહ્યું છે - રમા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા પાપ પણ ધોવાઈ જાય.લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આ દિવસે વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજીની પૂજા થાય, એટલે ઘર મા ધન, સુખ, શાંતિ રહે. છે.આ દિવસે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને શ્રીકળષ્ણ ભગવાનને પાકા કેળા ધરાવવાનું મહત્વ વધારે છે. ખાસ કરીને વિષ્ણુ ભગવાનને કેળનું વળક્ષ અને કેળાના પાન અને કેળા વધારે પ્રિય છે પૌરાણિક માન્યતા કથા પ્રમાણે કેળમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે.
પુરાણમાં રાજા મુચુકુંદની દીકરી ચંદ્રભાગા અને જમાઈ શોભનની કથા છે. શોભને ભૂખ તરસથી એકાદશીનું વ્રત કર્યું તો મળત્યુ પછી તેને દેવતાઓ જેવું અદભૂત નગર મળ્યું. પત્નીના પુણ્યથી તે નગર અમર થઈ ગયું.
સવારે નાહીને વિષ્ણુ-લક્ષ્મીની પૂજાઆખો દિવસ ઉપવાસ - અનાજ, ચોખા ન ખાવા. ફળ, દૂધ, ફરાળ ચાલે‘‘ ઓમ નમો ભગવતે વાસુદેવાય''નો જપ કરવા સાંજે દીવો કરી તુલસી પાસે કથા સાંભળવીઃ આ દિવસે વિષ્ણુ સહષા નામના પાઠ કરવા નામ બોલવા પણ ઉત્તમ ફળ આપનાર છે.
ગુરુવારે જ વાઘબારશ મનાવાશે આથી આ દિવસે ગાયની પૂજા કરવાનું અને ગાયને શણગારવાનું મહત્ત્વ છે અને ગાયને ઘાસ નાખવું ગાયની પ્રદક્ષીણા કરવી. આ દિવસે સવારે ગાય-વાછરડાને નવડાવી, કંકુ-ચંદન કરી, ફૂલમાળા પહેરાવવી ગાયને લાડુ, ગોળ, ઘાસ ખવડાવવું ગાયની આરતી કરવી આ દિવસે દૂધ, દહીં, ઘી, ગાયથી બનેલી વસ્તુઓ ન ખાવી - ઉપવાસ જેવું .
જે લોકો પાસે ગાય નથી, એટલે કે આજુબાજુમાં કોઈપણ જગ્યાએ ગાય ન હોય તે ગાયના ફોટાની પૂજા કરે અને ગૌશાળામાં જઈને દાન કરે તો પણ એટલું જ પુણ્ય મળે છે.
આ દિવસે વાઘબારશનો તહેવાર હોવાથી સવારના નિત્યકર્મ કરી ગાયની પૂજા કરી ત્યારબાદ બાજોઠ પર સફેદ વષા પાથરી તેના પર ચોખાની ઢગલી કરી અને શ્રીકળષ્ણ ભગવાનની છબી પધરાવી સોપારીમાં રૂક્ષ્મણીજીનું આહવાન કરી અને પધરાવા. ભગવાનને ચાંદલો ચોખા કરી ફૂલ ચડાવી મીઠું નૈવેધ અર્પણ કરી આરતી ઉતારવી આમ આ વાઘબારશના દિવસે પતી-પત્નિએ બન્નેએ સાથે પૂજા કરવી આનાથી દામ્પત્ય જીવનમાં મીઠાસ આવશે. શ્રીકળષ્ણ ભગવાનના જન્મ દિવસ પછી આજ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા. આ દિવસે કોઈ પણ મહિલા પોતાના પુત્ર પરીવારની સુખ-શાંતી માટે ઉપવાસ અથવા તો એકટાણું રહી શકે છે. (૩પ-૧૬)
-: આલેખન :-
શાષાી રાજદીપ જોષી
વેદાંત રત્ન, રાજકોટ
(3:53 PM IST)










