<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

પૂ. શ્રી નવલચંદ્રજી સ્‍વામીની પુણ્‍યસ્‍મૃતિના સમૂહ જાપ

અજરામર સ્‍થા. જૈન સંઘમાં આયોજન

રાજકોટ તા. રઃ ગચ્‍છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્‍વામીના ઉપકારી ગુરૂદેવ પ્રજ્ઞા મહર્ષિ કૃપાલુ શ્રી નવલચંદ્રજી સ્‍વામીની ૪૮મી પુણ્‍યતિથિએ આજે અજરામર સ્‍થા. જૈન સંઘના આંગણે ‘નમો સિદ્ધાણં' પદના સમૂહ જાપ સાથે સિદ્ધ પદની સ્‍પર્શના-સંવેદનામાં અનેક આરાધકો જોડાયા હતા.

શ્રી લીંબડી-અજરામર સંપ્રદાયના નવ સંસ્‍કર્તા તત્‍વજ્ઞ પૂ. શ્રી નવલચંદ્રજી સ્‍વામી મૂળ વાગડ ભચાઉ શહેરના હતા. તેમના પૂ. પિતાશ્રી નાગજી સ્‍વામી સાથે ગુંદાલા મુકામે દીક્ષા લીધી હતી.પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્‍વામીના પરમ અંતેવાસી રહીને વર્ષો સુધી અજરામર સંપ્રદાયનું સંચાલન સુચારૂ રૂપે કરતા હતા તેમનાં સાત શિષ્‍યો થયા. જેમાંના આજે ઘણાં ધર્મ પ્રભાવક છે.

રાજકોટમાં યોજાયેલ આ જાપના કાર્યક્રમમાં પૂ. કૃપાલુ નવલ ગુરૂદેવના શ્રીમુખેથી અંતિમ શબ્‍દ ‘નમો સિદ્ધાણં' નીકળ્‍યા હોઇ આજે સમૂહ સામાયિક સાથે જાપ અને સિદ્ધત્‍વની સંવેદના કરાવવામાં આવેલ. જેની પ્રભાવનાનો તથા લકકી ડ્રોનો લાભ માલતીબેન દીલીપભાઇ ધીરજલાલ શાહ (ચોટીલા વાળા) એ લીધો હતો.

ગઇકાલે તા. ૧ને રવિ પુષ્‍ય અમૃતસિદ્ધિયોગમાં ૩૧ આગમની અભિવંદના કરાવવામાં આવેલ. પ્રારંભમાં આગમપોથીની યાત્રા પારૂલબેન શૈલેષભાઇ ગાઠાણીના નિવાસસ્‍થાનેથી નીકળી હતી. માતુશ્રી પ્રફૂલાબેન પ્રવિણચંદ્ર ગાઠાણીની સ્‍મૃતિમાં સંઘ પૂજન રાખવામાં આવેલ.

(2:11 PM IST)