News of Friday, 8th May 2026
માં શકિત સેવા ટ્રસ્ટ દ્વારા કાલે બાલભવન મેદાનમાં સમુહલગ્ન :
૭ યૂગલો લગ્નગ્રંથીથી જોડાશે

રાજકોટ : તા.૮ : માં શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજમાં સેવાભાવ અને સામાજિક એકતા વધારવાના ઉદ્ેશ સાથે દર વર્ષે વિવિધ સેવાકિય પ્રવૃતિઓનું આયોજન કરવામા઼ આવે છે. આ જ અનુસંધાનમાં આ વર્ષેનવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવનું ભવ્યઆયોજન રાજકોટ રેસકોર્સ બાલભવન ગેટ ૫ ખાતે કાલે તા.૯ના શનિવારેના સાંજના ૬ કલાકે કરવામાં આવેલ છે.
છેલ્લા આઠ વર્ષેથી ટ્રસ્ટ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બની રહેલ છે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા સાત દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરીને આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ બની રહેલ છે. દીકરીઓને કરીયાવર ૧૦૫ ગી વધૂ વસ્તુઓ અપાશે.
કાલે શનિવારે ૫ વાગ્યે જાન આગમન અને સાંજે ૭ વાગ્યે હસ્તમેળાપ તથા રાત્રે ૧૦:૩૦ વાગ્યે જાન વિદાય કરાશે.
ટ્રસ્ટની સેવાઓ લગ્ન પૂરતી મર્યાદિત નથી વર્ષ દરમિયાન ગરીબોને ભોજન બાળકોને શિક્ષણ મહિલાઓને સ્વરોજગાર માટે માર્ગદર્શન અને વિવિધ સામાજિક પ્રવૃતિઓ દ્વારા ટ્રસ્ટ સમાજમાં સતત સકારાત્મક પરિવર્તન લાવી રહેલ છે.
તસ્વીરમાં અકિલા ખાતે વિગતો આપવામાં શક્તિ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રજ્ઞાબેન દેસાણી, મહેશભાઇ રાજ્યગુરૂ, સુધાબેન કારીયા, વૈશાલીબેન આસર, કેતનભાઇ સંઘવી વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:24 PM IST)










