<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

મંગળવારે ગુરૂનાનક જયંતિ : ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિરે નિશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર - જન્‍મોત્‍સવ - રાધિકા મ્‍યુઝીકલ ઓરકેસ્‍ટ્રા

આયોજક : મા નિર્દોષ ધૈર્ય (હિના મા) સ્‍વામિ ધ્‍યાન દિપ (દિલીપભાઇ ચંદવાણી) : સંચાલક : સ્‍વામિ સત્‍ય પ્રકાશ : રાધિકા મ્‍યુઝીકલ ઓરકેસ્‍ટ્રા દ્વારા લાઇવ કિર્તન સતનામ વાહે ગુરૂ સાથે જમ્‍બો કેક કટીંગ શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી જરૂરી

રાજકોટ : શહેરના હૃદયસમા કિસાનપરા ચોકમાં આવેલ ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિરે તા. ર૪ મંગળવારના રોજ ગુરૂ નાનક જયંતિ નિમિતે ઓશો પરિવારના મા નિર્દોષ ધૈર્ય (હિના મા) તથા સ્‍વામિ ધ્‍યાન દિપ (દિલીપભાઇ ચંદવાણી) દ્વારા સાંજના ૪ થી રાત્રીના ૮:૩૦ દરમ્‍યાન નિશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિરનું સંચાલન સ્‍વામિ સત્‍ય પ્રકાશ કરવાના છે. શિબિર દરમ્‍યાન ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો, નાનક કિર્તન ધ્‍યાન, લાફિંગ થેરાપી માસ્‍ટર સ્‍વામિ દેવ રાહુલ દ્વારા હસીબા ખેલીબા ધરીબા ધ્‍યાનમ, રાધિકા મ્‍યુઝીકલ ગૃપ દ્વારા સતનામ... સતનામ... વાહે ગુરૂ સાથે ઓશો પરિવારના મા નિર્દોષ ધૈર્ય તથા સ્‍વામિ ધ્‍યાનદિપ દ્વારા જમ્‍બો કેક કટીંગ, સંધ્‍યા સત્‍સંગ રાત્રે ૮:૩૦ વાગ્‍યે મહાપ્રસાદ.

ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિર ગઇ ગુરૂ પુર્ણિમાએ ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. જેમાં ધ્‍યાન હોલમાં ઓશો પરિવારના હિના મા તથા દિલીપભાઇ ચંદવાણીએ બે મોટા એ.સી. ફિટ કરાવી આપેલ છે તથા બોન્‍ડ વોલ ટ્રેકચર્સ પ્રા. લી.ના સ્‍વામિ યોગ વિવેક (હિતેષભાઇ રાઠોડ) ટુંક સમયમાં સોલાર કમ્‍પલીટ ફિટ કરાવી આપવાના છે. બાદમાં ધ્‍યાન હોલ કમ્‍પલીટ સાઉન્‍ડ પ્રુફ બનાવવાનું આયોજન છે.

હાલમાં ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિરે દરરોજ સવારે નિયમિત ૬ થી ૭ સામુહિક સક્રિય ધ્‍યાન તથા સાંજના ૬:૪પ થી ૭:૪પ સામુહિક સંધ્‍યા ધ્‍યાન કરવામાં આવે છે તથા દર મહિને ૧ ઓશો ધ્‍યાન શિબિર રાખવામાં આવે છે. ધ્‍યાન મંદિર  પર સાધકો માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્‍થા છે. ધ્‍યાન મંદિરનું સંચાલ સ્‍વામિ સત્‍ય પ્રકાશ નિભાવી રહ્યા છે. ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો શ્રી છગનભાઇ રામાણી (સ્‍વામિ સત્‍યા શિવમ) પ્રમુખશ્રી છે. વકીલ  મૌલિકભાઇ ફળદુ (સ્‍વામી બૌધિ આનંદ) સ્‍વામિ સત્‍ય પ્રકાશ, ગીરીશભાઇ પ્રજાપતિ (સ્‍વામી આનંદ પારસ) સ્‍વામિ સંજીવ રાઠોડ, સ્‍વામિ પ્રેમ મુસાફિર (વિજયભાઇ ભુવા) ટ્રસ્‍ટીઓ તથા અન્‍ય મિત્રો ઓશો કાર્ય માટે સેવા આપી રહ્યા છે.

મહાપ્રસાદ બાદ રાત્રે ૯ વાગ્‍યે રાધિકા મ્‍યુઝીકલ ગૃપના ઓર્ગેનાઇઝર રક્ષા જોષી,ઘ એચ.કે. લીયા, દિપાબેન ચાવડાનો ફિર તુમ્‍હારી યાદ આઇ વિશેષ કાર્યક્રમ.

સ્‍થળ : ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિર, કિસાનપરા ચોક, રેસકોર્સ સામે, એ.જી. ઓફિસ પાછળ, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, રાજકોટ. વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવા માટે સ્‍વામિ સત્‍ય પ્રકાશ - ૯૪ર૭રપ૪ર૭૬, સ્‍વામિ સંજીવ રાઠોડ - ૯૮ર૪૮૮૬૦૭૦

(10:57 AM IST)