તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 13th May 2026
આર્ટ ઓફ લીવિંગ દ્વારા સાંજે શ્રી શ્રીના જન્મદિને ગુરૂપૂજન
હેમુ ગઢવી હોલમાં ભવ્ય આયોજનઃ જગતી ધનકનો સુમેરુ સંધ્યાઃ નિઃશુલ્ક કાર્યક્રમમાં લોક ઉમટશે આર્ટ ઓફ લીવિંગના ડો. રાજેશ ત્રિવેદી, જગતી ધનક,પ્રકાશ ઉપાધ્યાય, અચ્યુત જાની, શૈલેષ પડારિયા, કુશલ મહેતા નજરે પડે છે

રાજકોટઃ તા.૧૩, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ૭૦ માં જન્મદિવસ અને આર્ટ ઓફ લીવિંગની શાંતિની વૈશ્વિક યાત્રાના ૪પ વર્ષની ઉજવણી રાજકોટમાં ભવ્યાતિભવ્ય રીતે થવાની છે. આર્ટ ઓફ લીવિંગ રાજકોટ દ્વારા સૌને આ નિમિતે સામુહિક ગુરુપૂજા અને ગાયિકા જગતી ધનક દ્વારા સુમેરુ સંધ્યામાં રસતરબોળ થવા માટે આમંત્રીત આપવામાં આવે છે. ૧૩ મી મે ર૦ર૬ ના રાત્રે ૮:૩૦ કલાકે હેમુગઢવી હોલ-રાજકોટ ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક લોકો વિના સંકોચે અને નિઃશુલ્ક કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. કાર્યક્રમમાં ૭૦ પંડિતો દ્વારા ગુરુપૂજા કરવામાં આવનાર છે. એની સાથે સાથે જગતી ધનક દ્વારા દિવ્ય સ્વરો રેલાવવામાં આવશે.
ભકિત, સંગીત અને ધ્યાન એમ ત્રિવિધ કાર્યક્રમો આ અવસરે યોજવાના છે. સંસ્થાએ ૪પ વર્ષની અવિરત મંગલમય યાત્રા પૂર્ણ કરી છે. એ નાદથી પરમાત્મા સુધીની યાત્રાને સંગીતના માધ્યમથી અનુભવાશે. ભકિતમય સત્સંગ અર્થાત સુમરૂ સંધ્યામાં કંઠના કામણ પાથરશે તે જગતી ધનકએ ૮ વર્ષની નાની ઉંમરથી જ સંગીતમાં રુચિ દાખવી હતી અને હિન્દુસ્તાની શાષાીય તથા પヘમિી સંગીતમાં અનૌપચારિક તાલીમ મેળવી હતી.
પરમ પૂજય શ્રી શ્રી રવિશંકરજીના શિષ્યા હોવાની સાથે તેઓ એક સામાજિક કાર્યક્રમ પણ છે અને ‘વોલેન્ટીયર ફોર અ બેટર ઇન્ડિયા' તથા અન્ય ઘણા સેવાકીય પ્રોજકેટસ સાથે જોડાયેલા છે. તેમનું કાર્ય ભકિત સંગીત, લગ્ન પ્રસંગો, સત્સંગ (ભજન અને કીર્તન), સંસ્કૃત શ્લોક, સૂફી ગઝલ, બોલિવૂડ, આંતરરાષ્ટ્રીય (વેસ્ટર્ન) અને પ્રાર્થના સભાઓ સુધી વિસ્તરેલું છે.
અંબાણી, બિરલા, જિંદાલ, વિનોદ ખન્ના, પ્રીતમ દા, રીમા કપૂર, ઓબેરોય અને અન્ય ઘણા પ્રતિષ્ઠિત પરિવારો માટે પરફોર્મ કર્યું છે.
આર્ટ ઓફ લીવિંગ-રાજકોટ ના કહેવા પ્રમાણે આ માત્ર સત્સંગ કે સંગીતનો કાર્યક્રમ નથી, પણ નાદ દ્વારા પરમાત્માના સાંનિધ્ય સુધી પહોંચવાનો પ્રયાસ છે. રોજીંદા તણાવમાંથી મુકત થવા માટે ખાસ ધ્યાન પણ ધરવામાં આવશે. કાર્યક્રમની વધારે વિગતો જાણવા માટે આર્ટ ઓફ લીવિંગ પરિવારનો મોબાઇલ નં. ૯૪૨૬૯ ૮૬૮૦૮ અને ૯૪૨૬૦ ૨૮૯૯૮ ઉપર સંપર્ક કરવો.
(3:39 PM IST)










