News of Monday, 27th July 2026
રણછોડદાસજીબાપુ આશ્રમે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે
સોના છોડો, ચાંદી છોડો, સબ કુછ છોડો, લેકીન પરમ પૂજ્ય શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી કા પ્રસાદ મત છોડો મહાઆરતી, પૂજન, શ્રી રામ સ્તવરાજ શ્લોક પાઠ, ચરણ પાદુકા દર્શન, ભક્તિ સંગીત, રક્ષાદોરી, મહાપ્રસાદના કાર્યક્રમો

રાજકોટઃ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પરમ પૂજયશ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુની અસીમ કૃપાથી તથા પ્રેરણાથી દર વર્ષની જેમ શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) શ્રી સદ્ગુરૂ આશ્રમ રોડ, રાજકોટ ખાતે તા.૨૯ને બુધવાર શ્રી ગુરૂ પૂર્ણિમાં મહોત્સવ ધામધુમપૂર્વક ઉજવવામાં આવશે.
કાર્યક્રમનછ વિગત જોઈએ તો વહેલી સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે તથા સાયંકાલીન મહા આરતી ૭:૩૦ કલાકે કરવામાં આવશે. ૯ થી ૧૧ પરમ પૂજય શ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રીનું પુજન ષોડષોપચાર પુજન,શ્રી રામરક્ષાસ્ત્રેત, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામ સ્તવરાજ પાઠ શ્લોક, પાઠ તથા એક એક શ્લોક સાથે પુષ્પાજંલી ૫.પૂ.શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીને અર્પણ થશે. ઝાંખી માટે સવારે ૫:૩૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી તથા બપોરે ૩:૩૦ થી રાત્રિના ૧૧:૩૦ વાગ્યા સુધી નિજ મંદિર ખુલ્લુ રહેશે.
પરમ પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીના ચરણ પાદુકાના દર્શન સવારે ૧૧ થી ૧:૩૦ તથા બપોરે ૩:૩૦ રાત્રીના ૧૧:૩૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ સમય દરમ્યાન ભાવિકો પરમ પૂજય શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીના ચરણ પાદુકાના દર્શનનો લાભ લઈ શકશે.
ભકિતસંગીત કાર્યક્રમ સવારે - ૧૦ થી ૨ વાગ્યા સુધી તથા સાંજે- ૫ થી રાત્રિનાં ૧૧:૩૦ વાગ્યા સુધી.
આ પવિત્ર દિવસે છોલે,પુરી તથા ડ્રાઈફુટ લચકા સાથેનો મહાપ્રસાદ આખો દિવસ રાત્રિ સુધી ભાવિકોને આપવામાં આવશે. જેમાં ડ્રાયફ્રુટ લચકાના દાતાશ્રી સ્વ.રણુકાબેન નંદાણી તથા સ્વ.રમેશભાઈ નંદાણી તથા નંદાણી પરિવાર તેમજ છોલે,પુરી મહાપ્રસાદનાં દાતાશ્રી ભરતભાઈ નથવાણી તથા કિરીટભાઈ નથવાણી પરિવાર,હસ્તે.સચીનભાઈ નથવાણી, પાર્થભાઈ નથવાણી, શિવમભાઈ નથવાણી રાજકોટનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ પરમ પૂજયશ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીની શ્રી સદુગુરૂ રક્ષાદોરી સવારના ૬ થી બપોરના ૧:૩૦,બપોરના ૩:૩૦ થી રાત્રિના ૧૧:૩૦ સુધી આપવામાં આવશે.
શ્રી ગુરૂ પૂર્ણિમા મહોત્સવ નિમિતે પ.પૂ.શ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રીને અતિપ્રિય એવા વિનામૂલ્યે શ્રી સદ્ગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન, સવારે ૯ થી ૧૨ જેમાં આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરીને વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે.
આર.સી.સી. ડેનની ભક્તિરસ ચેનલ નં.ર૭૯માં શ્રી ગુરૂપૂર્ણિમા મહોત્સવનું જીવંત પ્રસારણ તથા ફેસબુક પેઈઝ www.facebook.com/maragurudev ઉપર પણ લાઈવ નિહાળી શકશો. વધુ માહિતી માટે (મો. ૯૫૮૬૩ ૦૮૧૭૮ (વોટ્સએપ), ૮૪૬૦૯ ૨૮૫૦૮, ૯૮૭૯૭ ૩૪૧૭૮ પર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે
(2:48 PM IST)










