News of Tuesday, 28th July 2026
ગુરૂપૂર્ણિમા(કાલે) આનંદનો અવસર, શ્રી શંકર આશ્રમમાં અવસરનો આનંદ
કથાકાર અશોકભાઇ, કનૈયાલાલ અને મીરાબેન ભટ્ટ પરિવાર દ્વારા આયોજન

રાજકોટ, તા.૨૮: સુપ્રસિધ્ધ કથાકારો શ્રી અશોકભાઇ ભટ્ટ, શ્રી કનૈયાલાલ ભટ્ટ અને શ્રી મીરાબેન ભટ્ટ તથા ભટ્ટ પરિવાર દ્વારા બ્રહમલીન સદગુરૂ શ્રી શંકર મહારાજ સુદામાપૂરી વાળા (બાપુજી)ને ભાવવંદના અર્થે કાલે બુધવારે દિવ્ય ગુરૂપૂર્ણિમાં મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી શંકર મહારાજની ભજનભૂમિ શ્રી શંકર આશ્રમ ૧- હરસિધ્ધિ સોસાયટી,૧૫૦ ફુટ રીંગરોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે, રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ગુરૂપાદુકા અને છબી પૂજન, બપોરે ૧ વાગ્યે મહાઆરતી તથા રાત્રે ૯ થી ૧૨ સંતવાણી રાખેલ છે. વધુ માહિતી માટે મો. ૯૮૭૯૫ ૮૮૮૫૮ ઉપર સંપર્ક સાધી શકાય છે.
(4:52 PM IST)










