News of Friday, 1st May 2026
જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે અડધો ડઝન નામો ગાજ્યા : રવિવારે નિરીક્ષકો સેન્સ લેશે
અર્જુન ખાટરિયા, સંજય પીપળિયા, દેવેન્દ્ર જાપડા, અમરશી ચૌહાણ, દિલીપ સરવૈયા અને સામંતભાઇ બાંભવાનું નામ નિરીક્ષક તરીકે રાકેશ શાહ, કૌશલ્યકુંવરબા અને આર.સી. પટેલ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ બક્ષીપંચ મહિલાને પણ મળી શકે : પ્રમુખ પદ બક્ષીપંચ અનામત હોવાથી ઉપપ્રમુખ પદ અથવા કારોબારી અધ્યક્ષ પદ પાટીદારને મળશે : કુલ પાંચ પદ પર પસંદગી થશે

રાજકોટ, તા. ૧ : જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ચૂંટણી થતા ભાજપને ૩૪ બેઠકો મળી છે. હવે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની પસંદગી કરવા પાર્ટી દ્વારા નિરીક્ષકો મોકલી ચૂંટાયેલા સભ્યો અને સંગઠનોના અપેક્ષિત અગ્રણીઓની સેન્સ કરવામાં આવશે. રાજકોટમાં બે દિવસ માટે નિરીક્ષકો આવી રહ્યા છે. પ્રથમ દિવસે તાલુકા પંચાયતો માટે તથા રવિવારે માટે સવારે ૯ થી ૧૧ માં જિલ્લા પંચાયત માટે સેન્સ લેવામાં આવશે. તે દિવસ બપોરે ૧ વાગ્યે સંકલન બેઠકમાં પેનલો તૈયાર કરવામાં આવશે. નિરીક્ષકોના અહેવાલના આધારે પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થશે.
જિલ્લા પંચાયતની બેઠકો માટે રવિવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના નિરીક્ષકો અમદાવાદના પૂવ ર્ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ ગ્રામ્યના પૂર્વ જિલ્લા પ્રમુખ આર.સી. પટેલ અને પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ કૌશલ્યકુવરબાની નિમણુંક થઇ છે.
પ્રમુખ પદ માટે અર્જુન ખાટરિયાનું નામ સૌથી મૌખરે છે. ઉપરાંત કોળી સમાજમાંથી દેવેન્દ્ર જાપડા, અમરશી ચૌહાણ, સંજય પીપળીયા, ભરવાડ સમાજમાંથી સામંતભાઇ બાંભવા, રાજપુત સમાજમાંથી દિલીપ સરવૈયા વગેરે નામો ઉપસ્યા છે. પ્રમુખ પદ બક્ષીપંચ અનામત છે. બક્ષીપંચ સમાજના કોઇ મહિલાને પણ પ્રમુખ પદ મળે તેવી શકયતા નકારાતી નથી. ઉપપ્રમુખ પદ અથવા કારોબારી અધ્યક્ષ પદ પાટીદાર સમાજને આપવામાં આવે તેવી શકયતા છે.
(3:41 PM IST)










