<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

સંતકબીર રોડના હોકર્સ ઝોન ધારકોએ થડા મામલે ધોકો પછાડયોઃ જગ્‍યા ફાળવો

સંજયનગરમાં રિનોવેશન હેતુથી ૨૫૦થી વધુ થડાઓ ખાલી કરાવ્‍યાઃ ધંધો કરવા વૈકિલ્‍પક સ્‍થળ આપવા ડે.મ્‍યુનિ. કમિશનરને રજુઆત

સંતકબીર રોડ પર હોકર્સઝોન ધારકોએ વૈકલ્‍પિક જગ્‍યા ફાળવવા મુદેની રજુઆત અંગે આજે બપોરે મનપા તંત્રની કચેરીએ ઉમટયા હતા તે વખતની તસ્‍વીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ર૬: શહેરના સામાકાંઠે સંત કબીર રોડ વિસ્‍તારમાં આવેલ ૪ હોકર્સ ઝોનના રિનોવેશન અર્થે થડા ખાલી કરાવતા ધંધાર્થીઓને વૈકલ્‍પીક જગ્‍યા ફાળવવા મનપા તંત્રના જવાબદાર અધિકારીને રજુઆત કરી હતી.

આ અંગે ધંધાર્થીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે શહેરના સંત કબીર રોડ પર આવેલ દુધેશ્વર મંદીર પાસેના સંજયનગર હોકર્સ ઝોનના ધંધાર્થીઓએ છેલ્લા ર૦ થી રપ વર્ષથી સરકારના નિયત ધારાધોરણો મુજબ ધંધા વ્‍યાપાર કરીએ છીએ. અમારી માર્કેટના રીનોવેશન હેતુ અમોને મહાનગર પાલીકા દ્વારા માર્કેટ ખાલી કરવા તથા નવા પણ બનાવી આપવા સુચના આપેલ હતી. જે અંતર્ગત તમામ ચાર હોકર્સ  ઝોન ખાલી કરી આપેલ હતા. હાલમાં તમામ ચાર હોકર્સ ઝોન ખાલી કરી બુલડોઝર ચલાવી અમોને અમારા ધંધા માટે કોઇ વૈકલ્‍પીક જગ્‍યા ફાળવેલ નથી.આ હોકર્સ ઝોન અંદાજી રપ૦ થી વધારે ધંધાર્થીઓ પોતાની રોજી રોટી માટે માત્ર પોતાના એક જ વ્‍યવસાય પર નિર્ભર હોય તેઓ અન્‍ય ધંધો કરી શકતા ન હોય તથા તમામ રોજમદારો હાલ આર્થીક સંકટમાં હોય આ અંગે યોગ્‍ય કરવા માંગ કરી છે.

(3:07 PM IST)