<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ક્ષમા કરીને જે હાર્ટને ક્‍લિયર કરે તે પ્રભુ સાથે ક્‍લોન કરી શકે! રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.

ઘાટકોપરમાં સામૂહિક પ્રતિક્રમણઃ ૧૧ હજારથી વધુ ભાવિકોના મુખે ગુંજયો ક્ષમાપનાનો મંગલનાદ ૩૦ માસક્ષમણ, ૨૫૦ અઠ્ઠાઈ સાથે ૬૩૪ તપસ્‍વીઓના આવતીકાલે પારણા


 

રાજકોટઃ પર્યુષણ મહાપર્વ એટલે અંતરમાં રહેલા કષાયોને બાળીને આત્‍માને પરમાત્‍મા તરફ વાળવાની ઉત્‍કળષ્ટ સાધના. સંવત્‍સરીના પરમ માંગલિક અવસરે, મંગળવાર, ૧૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ ઘાટકોપરની પુણ્‍યધરા પર રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના દિવ્‍ય સાનિધ્‍યમાં ક્ષમાપના મહોત્‍સવમાં ઉપસ્‍થિત સહુ ભાવિત-અહોભાવિત થયા.

પ્રાતઃકાળે પરમ ગુરુદેવે ‘ક્ષમાપના' વિષય પર અંતરવેધી ધર્મદેશના આપી હતી. ક્ષમા એ માત્ર ઔપચારિક શબ્‍દ નથી, પરંતુ અહંકાર અને મિથ્‍યાભિમાન ઓગાળી, રાગ-દ્વેષની ગાંઠ છોડી જીવંત હૃદયથી અને ખરા અંતરમનથી ક્ષમા માંગવાની એક સાધના છે, તે પ્રભુ સાથે સીધું જોડાણ કરાવે છે. પરમ ગુરુદેવે સાચા હૃદયથી પ્રાયヘતિ કરી વેરભાવ ભૂલી જવાનો પાવન બોધ આપ્‍યો હતો. બપોરે ૩ થી ૫ કલાક દરમિયાન ‘બંધ આંખે અંતરની આલોચના'નું અપૂર્વ અનુષ્ઠાન યોજાયુ હતું.

સાંજે ૬:૩૦ વાગ્‍યે ૧૧,૦૦૦ શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્‍થિતિમાં ઐતિહાસિક મહાવિરાટ સામૂહિક સંવત્‍સરી પ્રતિક્રમણ યોજાશે. મન-વચન-કાયાના ત્રિવિધ દોષોનો નિખાલસ સ્‍વીકાર કરી, જ્‍યારે અગિયાર હજાર આરાધકોના હૃદયમાંથી એકસાથે ‘‘મિચ્‍છામિ દુક્કડમ્‍''નો નિનાદ પ્રગટશે, ત્‍યારે સમગ્ર વાતાવરણ પરમ મૈત્રીભાવ અને ઉપશમ રસથી છલકાઈ જશે.

સમસ્‍ત ઘાટકોપર સ્‍થાનકવાસી જૈન સંઘ, જૈન જાગળતિ સેન્‍ટર, કાઠિયાવાડી સમાજ અને ઝાલાવાડ સમાજના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત આ અલૌકિક આયોજને ‘ખામેમિ સવ્‍વે જીવા'ના શાશ્વત જૈન સંદેશને ચરિતાર્થ કરી સૌના હૃદયને ક્ષમાભાવથી તરબતર કરશે.

(2:54 PM IST)