<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ગુજરાતના અન્નદાતાઓની હૃદય સમ્રાટ ખેતી બેંકની પંચોતેર વર્ષની દેશવ્‍યાપી ભવ્‍ય ગૌરવપૂર્ણ સફળતાના ઇતિહાસની ઝાંખી

એક યુગનો અંત, એક પ્રેરણાનો પ્રારંભ

ખેતી બેંકની સ્‍થાપના સૌરાષ્‍ટ્ર રાજ્‍યમાં સને ૧૯૫૧માં રાજ્‍યના પાટનગર રાજકોટ ખાતે પોરબંદરના યુવરાજ ઉદયભાણસિંહજી જેઠવા દ્વારા‘‘નામ. સૌરાષ્‍ટ્ર સ્‍ટેટ સેન્‍ટ્રલ કોઓપરેટિવ લેન્‍ડ મોર્ગેજ બેંક લિમિટેડ'' થયેલ. સને ૧૯૬૦માં ગુજરાત રાજ્‍યની રચના થતાં આ બેંકને ‘‘ગુજરાત સ્‍ટેટ કોઓપરેટિવ લેન્‍ડ મોર્ગેજ બેંક લિમિટેડ'' નામ મળ્‍યું અને તેનું મુખ્‍ય મથક અમદાવાદ ખાતે રાખવામાં આવ્‍યું. ઉદયભાણસિંહજી પોતાના જીવનના અંતિમ દિવસ સુધી આ બેંકના ચેરમેન રહ્યા હતા અને ૬૩ વર્ષની વયે ૨૦ જુલાઈ ૧૯૭૩ના રોજ તેઓએ બેન્‍કના આરામ ગ્રહમાં અંતિમ શ્વાસ લીધેલ. : સને ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન ખેડૂતોના હિત માટે અનેક નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્‍યા છે. જેમાં લોનના વ્‍યાજદરમાં ઘટાડો, બેંકના હાથ-પગ સમાન કર્મચારીઓના મહત્‍વના પ્રશ્નો અને વ્‍યાજબી માંગણીઓનું સંતોષકારક નિવારણ લાવવું તેમજ નિયમિત લોન ભરપાઈ કરનાર ખેડૂત સભાસદોને પ્રોત્‍સાહિત કરવા માટે ર% વ્‍યાજ રાહતનો સમાવેશ થાય છે.  :  બેંકની લાંબા સમયથી ફસાયેલી લોન માટે સભાસદો અર્થે આકર્ષક વન ટાઈમ સેટલમેન્‍ટ (OTS) યોજના અમલમાં મૂકીને સભાસદ ખેડૂતોને રૂ. ૨૦.૪૫ કરોડ જેવી માતબર રાહત આપવાનો ક્રાંતિકારી નિર્ણય. :  ખેતી બેંકની સ્‍થાપનાનો મુખ્‍ય હેતુ અને ઉદ્દેશ વર્ષોથી જમીન ખેડતા ખેડૂતોને જમીન માલિક બનાવવા અને ખાનગી ધિરાણ કરતી સિન્‍ડિકેટો (શાહુકારો)ના શોષણમાંથી મુક્‍ત કરાવવા ને ખેતીથી ખેડુતોને આબાદ બનાવવા. ઉદયભાણસિંહજીના નેતૃત્‍વ હેઠળ ૫૬,૦૦૦થી વધુ ગણોતિયા ખેડૂતોને જમીન માલિક બનાવવા માટે ખેતી બેન્‍ક મારફત નાણાકીય સહાય આપી ખેડૂતો બનાવવાનો એક નવો ઇતિહાસ રચવામાં આવ્‍યો હતો. : ખેડૂત ગ્રાહકોને મજબૂત સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. ૫ લાખની અકસ્‍માત વીમા સુરક્ષા વધારીને રૂ. ૧૧ લાખ સુધી વિસ્‍તળત કરવામાં આવી, જે ખેડૂત પરિવારની સુરક્ષા પ્રત્‍યેની ઊંડી સંવેદનાના દર્શન કરાવે છે. : બેંકની ઝડપી પ્રગતિ અને ગ્રાહક-સભાસદોને સુવિધા પૂરી પાડવા માટે ટેબ્‍લેટ બેંકિંગ અને કયૂઆર કોડ આધારિત સેવાઓ શરૂ કરવામાં આવી. સને ૨૦૨૩-૨૪માં બેંકની તમામ શાખાઓ સંપૂર્ણપણે કમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ (કોર બેંકિંગ) થઈ અને ડિજિટલ બેંકિંગની મદદથી બેંકના ઇતિહાસમાં પ્રથમ વખત તમામ શાખાઓ નફામાં આવી છે. બેંકના ઇતિહાસમાં ધિરાણ, રિકવરી અને થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે. : સમગ્ર દેશની ખેતી બેંકોમાં એકમાત્ર ગુજરાત ખેતી બેંક પોતાની અતિ મજબૂત આર્થિક સ્‍થિતિને કારણે છેલ્લા ચાર વર્ષથી ‘ઝીરો એનપીએ'નું ગૌરવવંતુ સ્‍થાન હાસિલ કરી ચૂકી છે. હાલમાં ખેતી બેંકની સમગ્ર ગુજરાતમાં ૧૭૯ શાખાઓ કાર્યરત છે. જેમાં ૧૩૫ શાખાઓના બિલ્‍ડિંગ બેંકની પોતાની માલિકીના છે. બેંક સાથે ૨,૬૯,૪૬૧ સભાસદો જોડાયેલા છે અને ૭૫૭ નો કુશળ સ્‍ટાફ સેવા આપી રહ્યો છે. :  યુવરાજ ઉદયભાણસિંહજી જેઠવાની વિશાળ દ્રષ્ટિ અને કાર્યક્ષમતાએ તેમને સમગ્ર ભારતીય સહકારી ચળવળના અતિ મોટા કદના મોભી તરીકે સ્‍થાપિત કરેલ. તેમની મહત્‍વની સિદ્ધિઓમાં ભારતીય સહકારી ક્ષેત્રની સર્વોચ્‍ચ ગણાતી ‘‘ઇન્‍ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટીવ લિમિટેડ'' (ઇફ્‌કો) ના સને ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી તેઓ ચેરમેન રહ્યા હતા. તેમજ ‘‘નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્‍ડિયા''  (NCUI)ના પ્રમુખ બનનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા. તેમણે ભારત સરકાર અને વિવિધ રાષ્‍ટ્રીય સહકારી સંસ્‍થાઓ દ્વારા અનેક આંતરરાષ્‍ટ્રીય મંચો પર ભારતીય પ્રતિનિધિ મંડળનું સફળતાપૂર્વક નેતૃત્‍વ કર્યુ હતું. તેમની દૂરદર્શી નેતૃત્‍વ નિષ્‍ઠા અને અવિરત ભવ્‍ય યોગદાન બદલ ભારત સરકારે સને ૧૯૭૧ માં રાષ્‍ટ્રીય સન્‍માન ‘‘પદ્મશ્રી''એવોર્ડ અર્પણ કરી તેમને સન્‍માનિત કર્યા હતા. : ગુજરાત ખેતી બેંકની ઝડપી પ્રગતિ અને કીર્તિમાન સિદ્ધિઓનો યશ સને ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન ડોલરભાઈ કોટેચા અને તેમના સાથીદારોના ફાળે જાય છે.

જન જાગળતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ ગુજરાતની અતિ ગૌરવવંતી અને સમગ્ર દેશમાં આગવી પ્રતિષ્‍ઠા અને આર્થિક સમળદ્ધિ ધરાવતી, ખેડૂતોના હૃદય સમ્રાટ સમી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતી ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટ બેંકના પંચોતેર વર્ષના ભવ્‍ય અને ગૌરવપૂર્ણ ઇતિહાસની ઝાંખીની વિગતોથી વાચકોને જણાવે છે કે,

લાંબા સમયની ગુલામી બાદ અને ૧૯૪૭ માં દેશ આઝાદ થયા બાદ વિદેશી શાસકોના શોષણથી તે સમયે સમગ્ર દેશની આર્થિક સ્‍થિતિ અને પ્રજાની હાલત કંગાળ અને ગરીબીથી ભરેલી હતી, ખાસ કરીને ગામડાના ખેડૂતોની દશા પીડા અનેક ગંભીર પ્રશ્નોથી દબાયેલી હતી. લોકશાહી માળખામાં સ્‍થાનિક પરિસ્‍થિતિ અને પ્રજાની લાગણીને લક્ષમાં રાખી દેશમાં નાના મોટા વિવિધ રાજ્‍યોની રચના કરવામાં આવી. તે સમયે દેશમાં ૫૬૨ રાજવીઓનું રાજાશાહી શાસન હતું. તે પૈકી આપણું કાઠીયાવાડ સૌરાષ્‍ટ્રમાં નાના-મોટા ૨૨૨ રાજ્‍યોમાં લાંબા સમયથી ચાલતું રાજાશાહી શાસન હતું. તેનું એકીકરણ કરી સૌરાષ્‍ટ્ર રાજ્‍યની રચના કરવામાં આવી. તે સમયે સૌરાષ્‍ટ્રના ખેડૂતોના અને ખેતીના કેટલાક ગંભીર પ્રશ્નો હતા. ખેતી અને ખેડૂતોના વિકાસ અંગે કેવી યોજના બનાવવી એ અતિ મહત્‍વનો વિષય હતો. આવા વિકટ સમયે ખેડૂતોની ખેતી સહકારી બેંકની સ્‍થાપનાના જનક, કર્મઠ મહાપુરુષ યુવરાજશ્રી ઉદયભાણસિંહજીએ સને ૧૯૫૧ માં સૌરાષ્‍ટ્ર  રાજ્‍યના પાટનગર રાજકોટ ખાતે ખેતી બેન્‍કની સ્‍થાપન કરેલ.

યુવરાજશ્રી ઉદયભાણસિંહજીની જીવન ઝાંખી :  

સૌરાષ્‍ટ્રના સમળદ્ધ અને પ્રજા કલ્‍યાણકારી રાજવીઓમાં એક આદર્શ નામ ધરાવતું અને પૂજ્‍ય ગાંધીજીની જન્‍મભૂમિને કળષ્‍ણના સખા સુદામાનું વતન એવું પોરબંદર રજવાડું હતું. તેના રાજવી મહારાણા શ્રી નટવરસિંહજી જેઠવાએ પોરબંદરના શ્રીનગર ગામના જેઠવા પરિવારમાથી  તારીખ ૬ ઓક્‍ટોબર ૧૯૧૦ ના રોજ જન્‍મેલા શ્રી ઉદયભાણસિંહજીને દત્તક લઈ પોરબંદરના યુવરાજ જાહેર કરેલ. જેથી તેમના જીવનમાં વૈભવ અને રાજગાદીનું ભવિષ્‍ય લખાઈ ગયેલ. શ્રી ઉદયભાણસિંહજીએ પ્રાથમિક શિક્ષણ શ્રીનગર અને પોરબંદરમાં મેળવેલ અને વધુ અભ્‍યાસ વઢવાણની ગીરાસિયા કોલેજ ખાતે કરેલ અને મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્‍નાતક થયા બાદ ઇ.સ. ૧૯૩૨ માં પૂનાની પ્રસિદ્ધ સરકારી કળષિ મહાવિદ્યાલયમાંથી તેમના પ્રિય વિષયમાં બેચલર ઓફ એગ્રીકલ્‍ચરની પદવી પ્રાપ્ત કરેલ. તેમના લગ્ન લીંબડી રાજવી પરિવારમાં થયેલ. આ યુવરાજ સાહેબના અંગત જીવનની વાત છે.  હવે મૂળ વિષય ઉપર આવીએ. કળષિ વિજ્ઞાનના સ્‍નાતક થયા બાદ યુવરાજ સાહેબના વિચારોએ તેમની જીવનશૈલી બદલી નાખી. ખેડૂતોના જીવનની વાસ્‍તવિકતાઓ ખુબજ ઝડપી સમજી લીધેલ. સખત મહેનત કરતા, જમીન ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવતા અને ઉત્‍પાદનની ભરપૂર ક્ષમતા ધરાવતા છતાં મારા રાજ્‍યના ખેડૂતો ગરીબ કેમ છે અને તેનું કારણ પણ જાણી લીધું કે વ્‍યાજબીદરે સમયસરની મૂડીના અભાવે અન્નદાતાની તમામ શક્‍તિ અને મહેનત અધૂરી રહી જાય છે. આ અનુભૂતિએ તેમના અંતરમાં ખેડૂતો માટે એક ગજબના સંકલ્‍પનો જન્‍મ થયેલ.

 ખેડૂતોને સમયસર ઓછા વ્‍યાજે લોનની સગવડતાઓ ઊભી કરવામાં આવે તો ખેડૂતો સ્‍વાલંબી બને તો જ ખેતીનો વિકાસ થશે અને ગામડાઓનો વિકાસ થશે અને તો જ દેશનો વિકાસ થશે. આ વિચારે ખેડૂત માટે જ ખેડૂતોની સહકારી ધિરાણ સંસ્‍થા સ્‍થાપવાનો વિચાર સાકાર કરવા સને ૧૯૫૧ માં રાજકોટ ખાતે ઢેબર રોડ ઉપર સૌરાષ્‍ટ્ર સેન્‍ટ્રલ કો-ઓપરેટિવ લેન્‍ડ મોર્ગેજ બેંકની સ્‍થાપના થયેલ. આજે આ બેંક સ્‍વ. પદ્મશ્રી યુવરાજ સાહેબે વાવેલું ખેડૂત સહકારી બેંકનું બીજ ૭૫  વર્ષ પછી સમગ્ર દેશમાં ખેડૂતોના વિશ્વાસ અને વિકાસનું પ્રતીક બની દિવસ-રાત સતત ફૂલી-ફાલી રહે છે. તેઓ સને ૧૯૫૧  થી ૧૯૭૩ સુધી ખેતી બેંકના સ્‍થાપક અને આજીવન ચેરમેન રહેલ. ત્‍યારબાદ ૧૯૬૦ માં ગુજરાત રાજ્‍યની રચના થતા સૌરાષ્‍ટ્રની આ બેંક ગુજરાત સ્‍ટેટ કો-ઓપ. એગ્રીકલ્‍ચર ઍન્‍ડ રૂલર ડેવલોપમેન્‍ટ લી. નામ ધારણ કરેલ. તેમના નેતળત્‍વ હેઠળ બેંકે માત્ર આર્થિક વિકાસ જ ન કરેલ પરંતુ ગુજરાતમાં નહિ દેશમાં વિશ્વાસ, પારદર્શિતા અને નિષ્‍ઠા સાથે સામૂહિક પ્રયાસથી રાજ્‍યમાં વિકાસલક્ષી સહકારી બેંકિંગના એક નવા યુગનો આરંભ કરેલ. સૌરાષ્‍ટ્રના હજારો ખેડૂતો માટે ખેતી બેંક એ કળષિ વિકાસ, સહકાર અને સાથે જિંદગીની સફરમાં આધુનિક નવા યુગનો શુભારંભ હતો અને ૧૯૫૩-૫૫ ના સમયગાળામાં જમીન સુધારા દ્વારા જમીનના કબજા હક મેળવવાની પ્રક્રિયાએ ગતિ પકડી. આ સમયે સદીઓથી દેવામાં દબાયેલા અને જમીનના માલિકી  હકના અભાવ વચ્‍ચે જીવતા હજારો ગણોતિયા ખેડૂતોને ખેતી બેંકે તેમની આશા અને અરમાન પૂરા કરવા ઉદાર નીતિથી ધિરાણ પૂરું પાડેલ અને સામાજિક ક્રાંતિમાં બેંક સહભાગી બની એક નવો ઇતિહાસ રચેલ છે. જેના કારણે હજારો ગણોતિયા ખેડૂતો જમીન માલિક બનેલ, જેથી આ ખેડૂતોની માનસિકતા, આત્‍મવિશ્વાસ અને જીવનશૈલીમાં એક નોંધપાત્ર પરિવર્તન આવેલ, જે હકીકત અને ઇતિહાસ છે.

 ખેતી  બેંકની રચનાનો મૂળ હેતુ ખેડૂતોને ખાનગી ધિરાણના શોષણમાંથી મુક્‍ત કરાવી ગણોતિયા ખેડૂતોને ધિરાણ આપી જમીનનો કબજો અને માલિકી હક અપાવવા જેથી ખેડૂતોમાં  જાગળતિ અને જવાબદારી ભાવના મજબૂત થતી ગઈ અને સ્‍થાપનાના અઢી વર્ષના ટૂંકા સમયમાં ૪૮,૪૪૬  ગણોતિયાઓને રૂપિયા રૂ. ૪૫ લાખનું ધિરાણ આપી જમીનનો હક અપાવી સ્‍વાભિમાની ખેડૂત બનાવવાનો મૂળ હેતુ સફળ થવા લાગ્‍યો. વિકાસ માટે ૧૦ નવી શાખાઓ શરૂ કરેલ અને બેંકે પોતાનું નવું સહકાર ભવન રાજકોટ ખાતે રૂ. ૩,૨૫,૦૦૦ના ખર્ચે ઊભું કરેલ. જેમાં અંદાજે ૧૦ સહકારી સંસ્‍થાઓને જગ્‍યા ફાળવેલ. આ સમયગાળાની નોંધપાત્ર સિદ્ધિ ડિબેન્‍ચર યોજના હતી, જેનો પણ મૂળ હેતુ બચતને કળષિ વિકાસ સાથે જોડવાનો પ્રયાસ હતો. વ્‍યક્‍તિગત સભાસદો અને પંચાયતોના સહકારથી ડિબેન્‍ચર ભરાવવા ચોથી શ્રેણીના ગ્રામ ડિબેન્‍ચરો, છઠ્ઠી અને સાતમી શ્રેણીના ડિબેન્‍ચરો મારફત કુલ રૂપિયા રૂ. ૪,૪૮,૭૭૦૦૦  લાખનું ભંડોળ ઊભું કરેલ અને સફળતાપૂર્વક આગળ વધેલ. રિઝર્વ બેંકના ટેકાથી આ યોજના વધુ મજબૂત બનેલ. દેશની તમામ લેન્‍ડ મોર્ગેજ બેંકોને રિઝર્વ બેંકે રૂરલ ડિબેન્‍ચર યોજના મૂકવા જણાવેલ, માત્ર ગુજરાત ખેતી બેંક આ યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકી શકી અને ૧૯૬૧ થી નિયમિત હપ્તા ભરનાર સભાસદોને વ્‍યાજ દર પર ખાસ રીબેટ આપવાની નીતિ બનાવેલ, જેથી નિયમિત કરજ ભરનાર માટે વ્‍યાજદર આશરે ૭% થયેલ. શેર હોલ્‍ડરોને ૩% ડિવિડન્‍ડ આપવાની જોગવાઈ કરવામાં આવી.

 અંદાજે ૫૬,૦૦૦ ગણોતિયા ખેડૂતોને જમીન માલિક બનાવવાનો આ બેંકની ઐતિહાસિક સિદ્ધિ છે. યુવરાજ સાહેબે સંદેશો આપેલ કે માનવતા હોદાથી જન્‍મતી નથી. તેઓ ખેડૂતોને બેંકના સભ્‍ય તરીકે નહીં પણ સંસ્‍થાના જીવનના કેન્‍દ્ર તરીકે ગણતા, જેથી આજે પણ સહકારી ક્ષેત્ર તેમને ખેડૂત હૃદયના મહાન માનવ તરીકે વંદન કરે છે. તેમણે વિશ્વમાં ભારતીય ખેડૂતોની સખત મહેનત, જમીન સાથેનો લગાવ અને દેશની સહકાર શક્‍તિનું મોડેલ આત્‍મવિશ્વાસ સાથે પેરિસ, સિલોન, ફિલિપાઇન્‍સ સહિત વિશ્વની અનેક સહકારી પરિષદોમાં ગૌરવ સાથે રજૂ કરેલ. તેમના વ્‍યક્‍તિત્‍વની વિશેષતા એ હતી કે વિદેશી પરિષદોની ભવ્‍યતા અને તેમને મળેલું માન-સન્‍માન તેમના મૂળ સ્‍વભાવને બદલી શકયું નહીં. તેઓ ખૂબ જ શાંતિથી અને નમ્ર ભાવે જિંદગીના અંતિમ દિવસો સુધી ખેડૂતો વચ્‍ચે રહ્યા. તેઓ સહકારી વિશ્વમાં ભારતના એક મહાન સહકારી નેતા હતા. આ શબ્‍દો દેશના તે સમયના કળષિ મંત્રી આદરણીય શિંદે સાહેબના શ્રદ્ધાંજલિના છે. આજે પણ ખેતી બેંકના સ્‍થાપક યુવરાજ સાહેબના કાર્યની પ્રાસંગિકતા લેશમાત્ર ઓછી થતી નથી. સંસ્‍થાની સ્‍થાપના સમયે વાવેલા મૂલ્‍યો, વિચારો અને ખેડૂતો માટેની નીતિ આજે પણ અકબંધ છે, જેથી તેઓ સહકારી માળખાના માર્ગદર્શક સ્‍તંભ છે અને રહેશે. યુવરાજ સાહેબે ઇતિહાસ રચવાનો પ્રયાસ કર્યો ન હતો પણ ખેડૂતોના જીવન બદલવાનો નિષ્‍ઠાપૂર્વક, પ્રમાણિકતાથી પ્રયત્‍ન કર્યો હતો.

 સંસ્‍થાઓ ઊભી કરી શકાય છે, તેની મોટી ઇમારતો ઊભી કરી શકાય છે, પરંતુ વિશ્વાસનું સ્‍થાપત્‍ય માત્ર યુવરાજ સાહેબ જેવા વિરલ પુરુષ જ રચી શકે. સમાજ, પરિવારો અનેક નેતાઓનો થાય છે, પરંતુ યુગ પુરુષો તો કયારેક જ અવતરે છે. યુવરાજ શ્રી ઉદયભાણસિંહજી જેઠવા એવા જ એક કર્મઠ, યુગ પુરુષ હતા. તેમણે ખેતી બેંકની સ્‍થાપના કરી ન હતી, ખેડૂતોના આત્‍માને જગાડી વિશ્વાસની સ્‍થાપના કરી હતી. તેમણે ધિરાણની વ્‍યવસ્‍થા ઊભી કરી ન હતી, તેમણે સન્‍માન સાથે સ્‍વાવલંબી એવી અનોખી સમાજ રચનાની સાંસ્‍કળતિક અને માનવતાલક્ષી સ્‍થાપના કરી હતી. તેમણે સહકારનો ઇતિહાસ લખ્‍યો નહિ પણ ખુદ સહકારના ઇતિહાસનું અવિનાશી અંગ બની ગયા. ગુજરાતને રાષ્‍ટ્રીય મંચ સુધી સહકારી નીતિનો દીપ પ્રકાશિત કરેલ. દેશની સહકારી ક્ષેત્રના ઇતિહાસમાં અતિ મહામૂલ્‍ય યોગદાન ગણાય તેવી સિદ્ધિઓમાંની એક ઇન્‍ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) ઈફકોની રચના થયેલ, તેમ તેઓ ૧૯૬૮ થી ૧૯૭૩  સુધી તેઓ તેના સ્‍થાપક ચેરમેન પદ પર રહેલ. તે સમયની આ પહેલ માત્ર ખાતર ઉત્‍પાદન કરતી સંસ્‍થા ઊભી કરવાની યોજના ન હતી, તે તો દેશના ખેડૂતોને આત્‍મનિર્ભર બનાવવાના રાષ્‍ટ્રીય સંકલ્‍પનું પ્રતીક હતું. સહકારનું સંગઠન બને તો તે માત્ર રાજ્‍યની નહિ, સમગ્ર દેશના કળષિ અર્થતંત્રને નવી દિશા આપી શકે, તેનું ઉત્તમ ઉદાહરણ (IFFCO) ઈફકો છે.

ગુજરાતમાં પ્રજ્‍વલિત થયેલો સહકારનો દીપ સમગ્ર દેશને પ્રકાશિત કરવા લાગ્‍યો. યુવરાજ શ્રી માત્ર રાજ્‍યના સહકારી આગેવાન તરીકે નહીં પરંતુ સમગ્ર ભારતની સહકારી ચળવળના દિશા સૂચક પુરુષ હતા. સહકાર ક્ષેત્રે તેમની ૨૫ વર્ષની નિસ્‍વાર્થ નિષ્‍ઠા, આગવી દ્રષ્ટિ અને ભરપૂર ક્ષમતાના કારણે દેશે તેમને વધુ ઊંચી જવાબદારી સોંપી. નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્‍ડિયાના પ્રમુખ બનનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા. તેમના કાર્યકાળ દરમિયાન દેશની સહકારી સંસ્‍થાઓ વચ્‍ચે સમન્‍વય, નીતિગત સુધારા-વધારા, આધુનિકતા અને તાલીમ સાથે મજબૂતીથી રાષ્‍ટ્રીય સ્‍તરે સહકારી વિચારધારાને નવી ગતિ અને વેગ મળ્‍યો. આ ઉપરાંત શ્રી ઉદયભાણસિંહજીએ ઓલ ઇન્‍ડિયા સેન્‍ટ્રલ લેન્‍ડ ડેવલપમેન્‍ટ બેંક્‍સ કો-ઓપરેટિવ યુનિયનના અધ્‍યક્ષ પદે લાંબા સમય સુધી સેવા આપી. સમગ્ર દેશની સંસ્‍થાઓને એક દિશા અને વિચારથી સમગ્ર દેશમાં એક વિશ્વસનીય માળખું ઊભું કરવાના તેમના પ્રયાસોએ સમગ્ર ભારતમાં કળષિ ધિરાણ વ્‍યવસ્‍થામાં એક ભવ્‍ય ભૂમિકા પ્રદાન કરી. તેઓ એક સ્‍પષ્ટ વિચારક, વક્‍તા અને પાયાના કાર્યકર્તા પણ હતા. આ ત્રિવેણી સંગમ જવલેજ મહાપુરુષોમાં જોવા મળે છે. આજીવન સહકાર અને ખેડૂતોને ખેતી માટેના અદ્વિતીય યોગદાનના પ્રતિકરૂપે ભારત સરકારે ઇ.સ. ૧૯૭૧ માં તેમને અતિ ગૌરવવંતા પદ્મશ્રી એવોર્ડથી સન્‍માનિત કર્યા. જે દેશનું ચોથું સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન છે. આ એવોર્ડ તેમણે દેશના ખેડૂતોને અર્પણ કરતા જણાવેલ કે મહાનતા હોદાથી જન્‍મતી નથી, મહાનતા માનવતાથી જન્‍મે છે.

 ઇ.સ. ૧૯૭૩ ના ૨૦ જુલાઈના રોજ સહકાર અને ખેડૂતોના કર્મઠ યુગપુરુષ, સમગ્ર પ્રજાના લાડકવાયા પદ્મશ્રી યુવરાજ શ્રી ઉદયભાણસિંહજી જેઠવાએ રાજકોટની ખેતી બેંકના આરામગ્રહમાં   ૬૩  વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ જીવનના અંતિમ દિવસ સુધી ખેડૂતો માટે કાર્યરત રહ્યા  હતા. તેમના અવસાનથી સહકારી જગતના એક મહાન વ્‍યક્‍તિનું દેહરૂપી અસ્‍તિત્‍વ પૂર્ણ થયું, પણ તેમની વિચારધારા વધુ મજબૂત બની આજે પણ જીવંત છે. તેમના અચાનક અવસાનથી સમગ્ર દેશમાં ઊંડી શોકની લહેર પ્રસરી ગઈ. ઓલ ઇન્‍ડિયા સેન્‍ટ્રલ લેન્‍ડ ડેવલપમેન્‍ટ બેંક્‍સ યુનિયને તેમના જીવન પર આધારિત એક ખાસ વિશેષ સ્‍મારક અંક પ્રકાશિત કરી તેમના ભવ્‍ય અને લાંબા ગાળાના અમૂલ્‍ય યોગદાનને રાષ્‍ટ્રીય સ્‍તરે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરી. વ્‍યક્‍તિઓ વિદાય લે છે, પણ તેમની નિષ્‍ઠાપૂર્ણ વિચારધારા સતત આગળ વધે છે.

ગુજરાત ખેતી બેંકની સ્‍થાપના સને થઈ ત્‍યારથી ૧૯૨૬ સુધીના ૭૫ વર્ષની સફર અંગે સહકારી બેન્‍કના તજજ્ઞો અને સહકારી પ્રવળત્તિઓમાં ઊંડાણપૂર્વક રસ ધરાવનાર વર્ગ, ગુજરાત ખેતી બેંકની પ્રગતિ, વિકાસ અને આર્થિક મજબૂતાઈને ત્રણ ભાગમાં મૂલવે છે. પ્રથમ તબક્કામાં ૧૯૫૧ થી ૧૯૭૩ સુધીના આજીવન પ્રમુખ શ્રી જેઠવા સાહેબે લાખો ખેડૂતોને સહકારી ખેતી બેંક સાથે જોડ્‍યા હતા અને ખેડૂત માટે ગ્રામ્‍ય વિકાસ અંગે અમલમાં મૂકેલી નીતિથી ખેતી બેંકનો પાયો ખૂબ જ ઊંડો અને મજબૂત બનાવેલ. હજારો ગણોતીયાને જમીન માલિક બનાવી બેંક સાથે જોડેલા જે સમગ્ર દેશની એક ઐતિહાસિક ઘટના છે જે બેંકની વર્તમાન પ્રતિષ્‍ઠા અને પ્રગતિ મૂળ પાયામાં છે. 

બીજો તબક્કો ૧૯૭૩  થી ૨૦૨૧ સુધીનો, જેમાં સમગ્ર રાજ્‍યના વિવિધ સહકારી આગેવાનો પ્રમુખ પદે રહેલ હતા. તેમણે પોતાની ટીમ સાથે, યુવરાજ સાહેબની ખેડુતોની કલ્‍યાણકારી યોજનાઓને મૂળભૂત નીતિઓમાં સમય ને કાળ પ્રમાણે સુધારા-વધારા કરી ગુજરાતના ખેડૂતોના કલ્‍યાણ માટે અનેક  નિર્ણયો લઈ ગુજરાત ખેતી બેંકને વિકાસ તરફ આગળ ધપાવી હતી, જેના સાક્ષી વાર્ષિક અહેવાલો છે.

ત્રીજો તબક્કો : સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. દરેક ક્ષેત્રે આધુનિક પરિવર્તન, નવી ટેકનોલોજી અને ત્‍વરિત સેવાઓનો યુગ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ સમયે જૂનાગઢ નહીં પણ સમગ્ર રાજ્‍યના અગ્રિમ હરોળના સહકારી આગેવાન, આગવી સૂઝબૂઝ અને સમયને પારખી તાકાતથી નિર્ણય લેવાની અમાપ શક્‍તિ ધરાવતા અને નિષ્‍ઠા અને સખત મહેનતું, સંસ્‍થાના હિતને જ સર્વોપરી એવો આગ્રહ રાખનાર જૂનાગઢના શ્રી ડોલરભાઈ કોટેચાને સને ૨૦૨૧માં ગુજરાત ખેતી બેંકનું સુકાન સોંપવામાં આવ્‍યું. તે સમયે અનેક નાના-મોટા પડકારો ઉભા થયા હતા. આ સમયે શ્રી ડોલરભાઈ કોટેચાએ સૌને સાથે રાખી ગુજરાત ખેતી બેંકના વિકાસના નવા યુગનો ભવ્‍ય આરંભ કર્યો. ખેડૂતો અને બેંક માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા. લોનનો વ્‍યાજદર ૧૪% થી ૧૭%માંથી ઘટાડીને ૧૦% કરવામાં આવ્‍યો છે. નિયમિત હપ્તા ભરપાઈ કરતા સભાસદોને ૨% વ્‍યાજ રાહત આપવામાં આવી છે. લાંબા સમયથી અનેક કારણોસર લોન અને વ્‍યાજ ન ભરી શકનારા ખેડૂત સભાસદો ફરી  બેન્‍ક સાથે લોન વ્‍યવહારમાં જોડાય તે માટે વન ટાઈમ સેટલમેન્‍ટ યોજના ૨૦૨૫ માં ખુબજ સારી રીતે સિદ્ધ થઈ લાભાર્થી ખાતા ૨૪૫૭૦ માંથી વસૂલાત આવી રૂ.૩૪.૧૬ કરોડ અને ઉદાર વલણ દાખવી લોન પેટે રૂ. ૨૦.૪૫ કરોડ માંડવાળ  કરી સભાસદ ખેડૂતો માટે ક્રાંતિકારી નિર્ણય લીધેલ.

 સ્‍વ. ઉદયભાણસિંહજી જેઠવાએ ખેડૂતોને સમળદ્ધ ખેતી અંગેના સ્‍વ૫નાં પૂરાં કરવાની જાગળતિ જગાવી હતી. જેથી ખેડૂતો માત્ર લોની જ રહે, પરંતુ વિકાસના ભાગીદાર બને અને ગામડાં સમળદ્ધિનું કેન્‍દ્ર બને. ગુજરાતના અસંખ્‍ય ગામડાંના ખેડૂત પરિવારમાં સમળદ્ધિ, સુરક્ષા અને આત્‍મવિશ્વાસ મજબૂત બને તથા રાજ્‍ય અને દેશ નવા ઇતિહાસના સર્જનની રાહ પર આગળ વધે, ખેતી બેન્‍ક ક્ષેત્રે નવી દિશા આપવાના મજબૂત નિર્ણયો લેવાયા. ખેડૂત કલ્‍યાણ, ગ્રામ વિકાસ, ડિજિટલ ગવર્નન્‍સ અને ખાસ કરીને OTS યોજના દ્વારા હજારો કરજદારો(ખેડૂતો)ને રૂપિયા ૧૧૦ કરોડથી વધુની રાહત આપી, ફરી ખેડૂતોને બેંકના સક્રિય વ્‍યવહારમાં સામેલ કરી હજારો ખેડૂતોના આશીર્વાદના હકદાર બન્‍યા છે. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને તેની સાથે બેંકના કામકાજની નીતિમાં જડપથી આધુનિક સુધારાઓ અમલમાં લાવવામાં આવ્‍યા છે. ટેબ્‍લેટ બેંકિંગ આધારિત સેવાઓ, QR સેવાનો અને ડિજિટલ સુવિધાઓ દ્વારા નવા યુગ મુજબની બેંકિંગ વ્‍યવસ્‍થાઓ ગ્રામ્‍ય વિસ્‍તારના ગ્રાહકો અને સભાસદોને આધુનિક યુગમાં સામેલ કરી અતિ વિક્રમી ૧૧૧.૦૭ કરોડનો નફો કરેલ છે. સમગ્ર દેશમાં આવેલી અન્‍ય ખેતી બેંકોમાં સર્વપ્રથમ ગુજરાત ખેતી બેંક જેનું નેટ એનપીએ (Net NPA) છેલ્લા ચાર વર્ષથી શૂન્‍ય છે. જેણે બેંકિંગ જગતને એક નવો સંદેશો આપ્‍યો છે. ખાનગી બેંકો સાથેની હરીફાઈમાં સહકારી ખેતી બેંક માત્ર ટકી જ નથી રહી, પરંતુ મજબૂત રીતે વિકાસનું ટોચનું સ્‍થાન હાસલ કરેલ છે. જેના પાયામાં ગુજરાતના વિવિધ તાલુકા મથકોએ કાર્યરત ૧૭૯ શાખાઓનો પારદર્શક વહીવટ તેમજ સભાસદો અને ગ્રાહકો સાથેનો નમ્રતાપૂર્ણ વ્‍યવહાર છે.

સમય કદી થંભતો નથી તે સતત આગળવધે છે. ખેતી બેન્‍કની સને ૧૯પ૧ની સ્‍થાપનાથી સને ર૦૦૦ સુધીની બેન્‍કની પ્રગતિ અને કૃષિને ગ્રામીણ વિકાસના વિવિધ આંકડાઓ અને બેન્‍કની સભાસદ લગતી પ્રવૃતિઓનો ઊંડાણપૂર્વક અભ્‍યાસ કરશો તો વર્ષ ર૦ર૧ થી ર૦ર૬ સુધીનો ગાળો અતિ ઝડપી પ્રગતિ બેન્‍ક અને સ્‍ટાફ અંગેના અતિ મહત્‍વના નિર્ણયોનો એક ગૌરવશાળી માર્ગદર્શીતા અને કેન્‍દ્રમાં ખેડૂત કલ્‍યાણના વિકાસની નવી ગાથા સાથેનો યુગ રહે છે. જે શબ્‍દોમાં નહીં આંકડાકીય નક્કર હકીકત સાબિત આપે છે. બેન્‍કે એક વર્ષમાં મુખ્‍ય ઓફિસથી રાજયની તમામ શાખાઓમાં અંદાજે ૪૭,૭૦૩ જેટલા નવા બચત ખાતાઓ ખોલી બેંકિંગ જગતને ખેતી બેન્‍કે ચોકવી દીધેલ. બેન્‍કના ઇતિહાસમાં પ્રથમ વખત તમામ શાખાઓ નફામાં રહેલ. સભાસદ ખેડૂત સુરક્ષામાં એક ઐતિહાસિક નિર્ણયથી રૂા. પ લાખના અકસ્‍માત વીમા સુરક્ષા વધારીને રૂા. ૧૧ લાખ કરવામાં આવી.

સને ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીના પાંચ વર્ષમાં ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા અને તેમની સાથી ટીમ દ્વારા ખેતી બેંકની ગૌરવસભર ભવ્‍ય સફળતાના આ જીવંત પુરાવા છે.

સને ૨૦૨૧-૨૨ લોન રૂ. ૧૫,૧૨૮.૧૯ લાખ, સને ૨૦૨૫-૨૬ લોન રૂ.૩૯,૨૮૬.૩૬  લાખ, સને ૨૦૨૧-૨૨ વસૂલાત રૂ.૧૯,૦૭૯.૩૪  લાખ, સને ૨૦૨૫-૨૬ વસૂલાત રૂ. ૪૧,૫૩૪.૨૧ લાખ, સને ૨૦૨૧-૨૨ નફો રૂ.૨૯.૨૯ કરોડ, સને ૨૦૨૫-૨૬ નફો રૂ.૮૧.૬૫ કરોડ, (૧૦૬ કરોડ ગ્રોસ નફો), સને ૨૦૨૧-૨૨ ડીપોઝીટ રૂ.૨૩,૮૧૦.૦૮ લાખ, સને ૨૦૨૫-૨ ડીપોઝીટ રૂ.૩૮,૫૮૬.૮૦  લાખ

ટુંકમાં બેંકના તમામ મહત્‍વના હેડમાં નોંધપાત્ર વધારો ઉપરોકત સંગીન આર્થીક સ્‍થિતિને કારણે ગુજરાત ખેતી બેન્‍ક સમગ્ર દેશની ખેતી બેંકમાં છેલ્લા ચાર વર્ષથી ઝીરો એનપીએનું ગૌરવવતું સ્‍થાન ધરાવે છે. આ છે માત્ર બેંકના આર્થિક વ્‍યવહારની વિગતો પણ આ બેંક સમાજ સાથેનું સેવાકીય જીવન જોડાણ પણ ધન્‍યવાદને પાત્ર છે. બેંકની સમાજલક્ષી સેવાકીય પ્રવૃતિ. (૧) વૃક્ષારોપણ અભિયાન (ર) બ્‍લડ ડોનેશન કેમ્‍પ (૩) સ્‍વચ્‍છતા ઝુંબેશ (૪) વૃદ્ધાશ્રમ સેવા (પ) જરૂરીયાત પરિવારોને સહાય અને યોગ દિવસની ઉજવણી.

સમય અને કાળ સાથે ભવ્‍ય અને જાજરમાન ભૂતકાળ ક્રમશઃ વિસરાતો જાય છે અને આ ઘટનાક્રમમાં શ્રી ઉદયભાણસિંહજી જેઠવા પણ આવી ગયેલા, પરંતુ ખેતી બેંકના વર્તમાન પ્રમુખ શ્રી ડોલર કોટેચાને યુવરાજ સાહેબની ખેતી બેંક, સહકારી પ્રવળત્તિ અને ખેડૂત જગત માટે આપેલા અતિ અમૂલ્‍ય પ્રદાન તેમજ જીવનભરના સંઘર્ષ અને વિઝનનો અતિ ઊંડો અભ્‍યાસ હોવાથી, તેઓએ યુજરાજ સાહેબનું ઋણ યાદ કરવા અને વર્તમાન સહકારી પ્રવળત્તિઓના આગેવાનો અને રાજ્‍યના ખેડૂત સમાજને યુવરાજ સાહેબના ભૂતકાળને સજીવન કરવા બેંકની ૭૫ વર્ષની સફરની સંપૂર્ણ માહિતીસભર અતિ સુંદર વિશેષ સ્‍મળતિ ગ્રંથનું પ્રકાશન કરી ઉદયભાણસિંહજીનો ભવ્‍ય ભૂતકાળ જીવંત કર્યો છે. આ બદલ શ્રી ડોલર કોટેચા અને તેમની ટીમ લાખ લાખ અભિનંદનને હકદાર છે. (૩૬.૨)

સંકલન

તખ્‍તસિંહ (તખુભા)

(11:36 AM IST)