<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

હેમાંગ પલાણ સબ ટીવીની ‘પુષ્‍પા ઇમ્‍પોસિબલ' સિરીયલમાં જગદીશભાઇના પાત્રમાં જોવા મળશે

એક પિતા અને તેની પુત્રી વચ્‍ચેના ભાવનાત્‍મક બંધનની કથા

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાતી અભિનેતા હેમાંગ પલાણ સબ ટીવી પર ‘પુષ્‍પા ઇમ્‍પોસિબલ' ટેલિવિઝન સિરિયલમાં જગદીશ ભાઈના પાત્રમાં જોવા મળશે.

તેણે કહ્યું, ‘મારું સૌભાગ્‍ય છે કે મને પ્રખ્‍યાત અભિનેતા-દિગ્‍દર્શક-નિર્માતા જમનાદાસ મજેઠિયા દ્વારા નિર્મિત ટેલિવિઝન શોમાં કામ કરવાની તક મળી. ‘પુષ્‍પા ઇમ્‍પોસિબલ' માં મારી ભૂમિકા એક પિતા અને તેની પુત્રી વચ્‍ચેના ભાવનાત્‍મક બંધનને દર્શાવે છે. ‘પુષ્‍પા ઇમ્‍પોસિબલ' એક પરિવારલક્ષી ટેલિવિઝન સિરિયલ છે. આ ટેલિવિઝન સિરિયલની સફળતા મુખ્‍યત્‍વે જમનાદાસ મજેઠિયા અને નીરવ વૈદ્ય જેવા સર્જનાત્‍મક વ્‍યક્‍તિત્‍વોની સખત મહેનત અને સમર્પણને કારણે છે.

મૂળ વેરાવળ સોમનાથના વતની, પત્રકારમાંથી અભિનેતા બનેલા હેમાંગ પલાણ હાલમાં પ્રખ્‍યાત સ્‍ટાર પ્‍લસ ટેલિવિઝન સિરિયલ, ‘કયૂંકી સાસ ભી કભી બહુ થી' માં નવીન પારેખની ભૂમિકા ભજવી રહ્યા છે. હેમાંગભાઇ પલાણ (મો. નં. ૯૦ર૯૦ ૦૧૬૩ર)

(1:29 PM IST)