News of Tuesday, 28th July 2026
જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘમાં ઐતિહાસિક જાહેરાતઃ આચાર્ય
મહાશ્રમણજી દ્વારા મુનિ મહાવીર કુમારને યુવાચાર્ય પદ પર નિયુક્ત કરાયા

રાજકોટ : જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના ૧૧મા અધિશાસ્તા પરમ પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજીએ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘોષણા કરી છે. ચાલી રહેલા ઁસંપન્નતા સમારોહઁ (૨૫ થી ૨૭ જુલાઈ ૨૦૨૬) અંતર્ગત આચાર્યશ્રીએ ભરી સભામાં પોતાના સુશિષ્ય મુનિ મહાવીર કુમારને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે અને તેમને ઁયુવાચાર્યઁના ઉચ્ચ પદ પર નિયુક્ત કર્યા છે.
આચાર્યશ્રી મહાશ્રમણજીએ સંતો અને શ્રાવકોની વિશાળ ઉપસ્થિતિમાં આ મહાઘોષણા કરી હતી. આ જાહેરાત થતા જ ઉપસ્થિત જનમેદનીએ ભારે હર્ષોલ્લાસ અને જયઘોષ સાથે આ નિર્ણયને વધાવી લીધો હતો અને સભાસ્થળ હર્ષનાદથી ગુંજી ઉઠ્યું હતું.
તસવીરમાં નવનિયુક્ત યુવાચાર્ય આચાર્યશ્રીના ચરણોમાં વંદન કરતા અને આશીર્વાદ પ્રાપ્ત કરતા નજરે પડે છે. જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા દ્વારા પણ આ ઐતિહાસિક ઘોષણાને સહર્ષ આવકારવામાં આવી છે અને નવનિયુક્ત યુવાચાર્ય મહાવીરને કોટિ-કોટિ વંદન સહ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ધર્મસંઘના ભવિષ્યના નેતળત્વની આ સ્પષ્ટતાથી સમગ્ર જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઈ છે.
(11:12 AM IST)










