<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

સ્‍ટેન્‍ડીંગ કમિટીનો ઐતિહાસિક નિર્ણય : ૬૦ દિવસથી મોડા બીલોની ચુકવણી નહીં થાય

મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠકમાં ર.૪ કરોડના વિકાસ કામોને મંજુરીની મ્‍હોર વહીવટી પારદર્શિતા અને નાણાંકીય શિસ્‍ત માટે કડક ઠરાવ : મોડા બીલો માટે જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો લેવાશે : ગ્રીન પોલીસીની દરખાસ્‍ત નામંજુર : બે દરખાસ્‍ત અંગે નિર્ણય પેન્‍ડીંગ

રાજકોટ : મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠકમાં ૯ દરખાસ્‍તોના રૂા. ર૦૪ કરોડના વિવિધ વિકાસ કામોના ખર્ચ અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો. તસ્‍વીરમાં સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પરેશ પીપળીયા સહિતના સભ્‍યો, ડેપ્‍યુટી કમિશનર કેતન જોષી, પથિક પટેલ તથા સેક્રેટરી એચ. પી. રૂપારેલીયા તથા અધિકારીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) (૯.ર૪)

ાજકોટ, તા. ર૪ : રાજકોટ,તા.૨૪: મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીએ નાણાકીય શિસ્‍ત અને વહીવટી પારદર્શિતા સુનિヘતિ કરવા માટે મહત્‍વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે કોર્પોરેશન દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોના બીલો કાર્યક્રમ પૂર્ણ થયાના ૬૦ દિવસની અંદર સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવા ફરજિયાત રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ રજૂ થતા બીલોની ચુકવણી નહીં કરવામાં આવે તેવો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે. તેમજ આ બેઠકમાં ગ્રીન પોલીસીની દરખાસ્‍ત નામંજુર કરવામાં આવીછ ે. તથા જંગલેશ્વર ડિમોલીશન દરમ્‍યાન થયેલ ભોજન ખર્ચ અને ડ્રોન મારફત મચ્‍છરોના લાવો શોધવાની દરખાસ્‍ત પેનડીંગ રાખવામાં આવી છે. બાકીની દરખાસ્‍ત ર.૪ કરોડના વિકાસના કામોને મંજુરી  આપી છે.

આ સમિટીની બેઠકમાં વહીવટી પારદર્શિતા માટે કડક નાણાકીય શિસ્‍તનો અમલ કરાવવો અત્‍યંત જરૂરી છે. આ માટે અરજન્‍ટ બિઝનેસ દરખાસ્‍ત રજૂ કરી ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે.

આ અંગે વિસ્‍તૃત વિગતો આપતા સ્‍ટે. ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્‍યું કે  અત્‍યાર સુધી વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમોના બીલો મહિનાઓ બાદ મંજૂરી માટે રજૂ કરવામાં આવતા હતા. જેના કારણે કોન્‍ટ્રાક્‍ટરોને લાંબા સમય સુધી ચુકવણી માટે રાહ જોવી પડતી હતી. આ સ્‍થિતિ સરકારની નાણાકીય માર્ગદર્શિકાઓની ભાવનાને પણ અસર કરતી હતી અને કોર્પોરેશનની કાર્યપદ્ધતિ સામે પ્ર‘ો ભા થતા હતા.

નવા નિર્ણય મુજબ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વધુમાં વધુ બે મહિનાની અંદર બીલ સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાનું રહેશે. જો નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય તો આગામી નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં તે રજૂ કરવું પડશે. જો યોગ્‍ય અને વ્‍યાજબી કારણોસર વિલંબ થયો હોય તો જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી ખુલાસો મેળવી સ્‍ટેન્‍ડિંગ કમિટી અંતિમ નિર્ણય કરશે.બેઠક દરમિયાન કુલ નવ દરખાસ્‍તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ માટે અર્બન ગ્રીનિંગ પોલિસી તૈયાર કરવા કન્‍સલ્‍ટન્‍ટની નિમણૂક માટેની રૂ. ૧૮.૮૮ લાખની દરખાસ્‍ત નામંજૂર કરવામાં આવી હતી. કમિટીના મતે એજન્‍સી માત્ર વળક્ષારોપણ અને જાળવણી અંગે સલાહ આપવાની હતી, જેના માટે આટલો ખર્ચ યોગ્‍ય જણાયો નહોતો.

આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્‍છરોના લાર્વા શોધવા અને સારવાર માટે સર્વે કામગીરીની દરખાસ્‍ત વધુ અભ્‍યાસ માટે પેન્‍ડિંગ રાખવામાં આવી છે. જ્‍યારે જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન થયેલા રૂ. ૨૭.૨૦ લાખના ફૂડ સપ્‍લાય બિલ અંગે પણ વધુ વિગતો માંગતા દરખાસ્‍ત હાલ પેન્‍ડિંગ રાખવામાં આવી છે.

ચેરમેન પરેશ પીપળિયાએ દાવો કર્યો હતો કે સ્‍ટેન્‍ડિંગ કમિટીના ઇતિહાસમાં આ સૌથી કડક નાણાકીય ઠરાવ છે, જેનાથી ભવિષ્‍યમાં સમયસર બિલ મંજૂરી અને ચુકવણીની પ્રક્રિયા વધુ પારદર્શક અને જવાબદાર બનશે

(3:23 PM IST)