તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 11th May 2026
શીતલપાર્કમાં રહેતાં હિતેષભાઇ પરમારનું હૃદય બેસી જતાં મૃત્યુ

રાજકોટ તા. ૧૧: ગાંધીગ્રામ ઉગતા પોરની મેલડી માતાના મંદિર નજીક શીતલ પાર્કમાં રહેતાં હિતેષભાઇ પ્રાણલાલભાઇ પરમાર (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ સવારે ચારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર હિતેષભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે બેગ રીપેરીંગનું કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:36 PM IST)










