News of Tuesday, 20th October 2026
ગુરૂવારે ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત સન્માન
ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષીત કરવા અને ગૌ-હત્યાનો કાયદો અમલમાં લાવવા સહિતના મુદ્દે ચર્ચા

રાજકોટ : ગૌમાતા પ્રત્યે સન્માન અને સ્થાણની ભાવના સમાજમાં મજબૂત બને તે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે. આ જ હેતુને ધ્યાનમાં રાખીને ‘‘ગૌ સન્માન આહ્વાન અભિયાન'' અંતર્ગત તા. ૨૨ ગુરુવારના રોજ સવારે ૯ થી બપોરના ૧૨ સુધી ભાભા હોટેલ, પંચનાથ રોડ, ગાંધી મ્યુઝિયમની સામે, રાજકોટ ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવા તથા ગૌહત્યા પર કડક કાયદા અમલમાં આવે તે માટે સન્માન કાર્યક્રમ તથા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકનો મુખ્ય હેતુ ગૌમાતાના સન્માન અને ગૌસેવાના સંદેશને વધુ વ્યાપક બનાવવાનો તેમજ આ અભિયાન સાથે જોડાયેલા સાધુ સંતો, ગૌભકતો અને ગૌસેવા સાથે સંકળાયેલા લોકો વચ્ચે સંકલન વધારવાનો છે. ગૌમાતાને ભારતીય સંસ્કળતિ, પરંપરા અને ગૌસેવાના ભાવ સાથે જોડીને જોવામાં આવે છે. ત્યારે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની માંગને લઈને સમાજમાં જાગળતિ આવે અને આ અભિયાનને વધુ મજબૂત બનાવી શકાય તેવા હેતુથી બેઠક યોજાશે. ગૌમાતા ભારતીય સંસ્કળતિ, કળષિ વ્યવસ્થા અને આધ્યાત્મિક પરંપરાનો અભિન્ન હિસ્સો રહી છે. ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન, માનવ આરોગ્ય અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે સીધી રીતે જોડાયેલી એક મહત્વપૂર્ણ કડી હોવાનું જણાવાયું છે.
ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવાની માંગ લાંબા સમયથી દેશભરમાં ઉઠી રહી છે. ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા અને ગૌસંવર્ધન માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તે માટે પણ સમાજના વિવિધ વર્ગો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગૌસેવા અને જીવદયા દ્વારા માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આ અભિયાનનો મુખ્ય હેતુ છે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રપ કરોડ સહિ કરેલ પત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મુને મોકલવામાં આવશે.
આ બેઠકમાં રાજકોટના સાધુ-સંતો, ગૌપ્રેમીઓ, ગૌસેવકો, ગોપાલકો, ગૌશાળાઓ સાથે જોડાયેલા કાર્યકરો તથા મોટી સંખ્યામાં શહેરજનો જોડાશે. આ અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગૌસેવા, સંવેદના અને રાષ્ટ્ર્પ્રેમનો સંકલ્પ છે. આવો, આપણે સૌ મળીને ગૌમાતાના સન્માન અને રક્ષણ માટે એકતા દર્શાવીએ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવીએ. તેમ જણાવાયું છે.
ગૌ સન્માન આહ્વાન અભિયાન અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧, કિશનભાઇ દવે મો. નં. ૯૯૨૫૦ ૧૮૯૫૦, કિરણભાઈ આચાર્ય મો. નં. ૯૭૧૪૯ ૯૫૯૫૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : અભિજીત બગથરીયાં)
(2:07 PM IST)










