તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
હપ્તા ન ભરનાર આવાસ યોજનાના પ લાભાર્થીઓના આવાસ રદ
રૂડા દ્વારા આકરૂ પગલું : વૃંદાવન, પરિશ્રમ, પરિવાર તથા શિવશકિત હાઉસીંગના ફલેટનો કબજો લેતુ તંત્ર

રાજકોટ,તા. ૬ : શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નીચે મુજબની સાઇટ ખાતે ફાળવેલ આવાસો પૈકી પ આવાસધારકો દ્વારા રૂડાનાં હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે લાભાર્થીઓને કચેરીએથી વારંવાર જાણ કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્વારા રૂડામાં રકમ જમા કરાવેલ નથી. તેથી સદરહુ બાબતે રૂડાની બોર્ડ બેઠક્માં ઠરાવ્યા મુજબ આ પ્રકારના આવાસધારકોનાં આવાસ રદ કરવામાં આવે છે.
જેમાં વળંદાવન હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૯૫) ફલેટ નં. ડી-૬૦૪, તથા કે. -૧૦૪. પરિશ્રમ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૭૩) ફલેટ નં. એફ.-૧૦૪, પરિવાર હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૮૦) ફલેટ નં. એ-૮૦૬ તથા શિવશકિત હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૦૯, એફ.પી.૨૦/એ ) ફલેટ નં. એ-૧૧૦૪ ની ફાળવણી રદ્દ કરવામાં આવી છે. આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા કે રજુઆતો હોય તો આજથી દિન-૭ માં રૂડા કચેરીનાં કામકાજનાં દિવસો દરમ્યાન આવાસ શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.
(3:05 PM IST)










