News of Saturday, 18th July 2026
ચાંદીપુરા સામે કેવી રીતે લડવું? સતત તબીબી શિક્ષણ યોજાયું
આરોગ્ય શાખા, મનપા અને ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, ઈન્ડિયન એકેડેમી ઓફ પીડીયાટ્રીક અને ફીઝીશીયન એસોસિએશન રાજકોટ તથા પી.ડી.યુ. મેડીકલ કોલેજ દ્વારા આયોજન

રાજકોટ, તા.૧૮: આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકા અને ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, ઈન્ડિયન એકેડેમી ઓફ પીડીયાટ્રીક અને ફીઝીશીયન એસોસિએશન રાજકોટ અને પી.ડી.યુ. મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ચાંદીપુરા વાયરસ (CHPV)ની અટકાયત, જનજાગળતિ અને બાળકોમાં એકયુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES)ના સમયસર નિદાન અને સારવાર અંગે તા.૧૭ ના રોજ પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારીઓ, મેડીકલ ઓફિસરો સાથે રાજકોટ શહેરના બાળરોગ નિષ્ણાત તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને CHPV અંગેની તાજેતરની માર્ગદર્શિકા તથા નિવારક પગલાં અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન PDU મેડિકલ કોલેજ તરફથી ડો.મનાલી વીરપરિયા, ડો. મધુલિકા મિષાી, તથા ડો. ભાવેશ કાનાબાર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે જનજાગળતિ, રોગની વહેલી ઓળખ, સમયસર રિફરલ, અસરકારક સર્વેલન્સ તેમજ સમુદાય સ્તરે અપનાવવાના નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં ડો.તેજસ કરમટા, પ્રેસિડેન્ટ IMA, રાજકોટ, ડો. બીરજુ મોરી, સેક્રેટરી IMA રાજકોટ, ડો. કુણાલ આહિયા, President IMA રાજકોટ, ડો. સાવન વામજા સેક્રેટરી IAP, ડો. ધ્રુવ કોટેચા સેક્રેટરી, Association of Physicians સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ અને ખાનગી બાળરોગ નિષ્ણાતો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો.
કાર્યક્રમના અંતે તમામ તબીબોને CHPV અંગે શંકાસ્પદ કેસોની તાત્કાલિક જાણ, સમયસર સારવાર, જનજાગળતિ અને અસરકારક સર્વેલન્સમાં સક્રિય સહભાગી બનવા ડો. જયેશ વકાણી, આરોગ્ય અધિકારી, રા.મ.ન.પા. દ્વારા અપીલ કરવામાં આવી
(2:43 PM IST)










