<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

તારી ઉમર શું છે? સ્‍પામાં ગર્લ્‍સ અને બોયઝ આવે છે...કહી ઢગાએ ૧૦ વર્ષની બાળાને ચાળા કર્યા

ઘર પાસે આવેલી દૂકાનેથી વેફર લઇની નીકળી ત્‍યારે આંતરી લીધી રૈયા રોડ તિરૂપતીનગર પાસે બનાવઃ ગાંધીગ્રામ પોલીસે અજાણ્‍યા આશરે ૪૦ વર્ષના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૭: શહેરમાં એક વિકૃત ઢગાએ દસ વર્ષની બાળા ઘર નજીક આવેલી દુકાને વેફર લેવા ગઇ અને ત્‍યાંથી ઘરે જતી હતી ત્‍યારે એક બાઇક પર આવેલા શખ્‍સે હાથ પકડી શારીરિક અડપલા કરતાં પોલીસે ગુનો નોંધી આ શખ્‍સની શોધખોળ હાથ ધરી છ.ે

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ હનુમાન મઢી નજીક રહેતી દસ વર્ષની બાળા ઘરેથી સાંજે નજીકમાં ઓલી દૂકાને વેફર લેવા માટે ગઇ હતી. બાદમાં તે દુકાનમાંથી નીકળી ઘર તરફ જતી હતી ત્‍યારે બાઇક પર એક શખ્‍સ આવ્‍યો હતો અને તેણીને અટકાવી હાથ પકડી અડપલા કરી લીધા હતાં. આશરે ચાલીસ વર્ષના શખ્‍સે બાઇક પર આવી તેણીને ઉભી રાખી હતી અને પુછ્‍યું હતું કે તારી ઉમર શું છે? ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે એક સ્‍પા છે, ત્‍યાં બોયઝ અને ગર્લ્‍સ આવે છે તેવી વાતો કરી હતી. આ પછી તેણીનો હાથ પકડી લઇ અડપલા કરવાનું ચાલુ કરી દેતાં બાળકી ડઘાઇ ગઇ હતી.

તેણી ગભરાઇને ત્‍યાંથી પરત દુકાન તરફ ભાગી હતી. આ પછી બાઇકસવાર શખ્‍સ પણ ભાગી ગયો હતો. બાદમાં બાળાના માતા-પિતા દુકાને આવી જતાં તેણીએ ઘટનાની જાણ કરતાં માતા-પિતા બાળાને તુરત જ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશને લઇને પહોંચ્‍યા હતાં. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં   પીએસઆઇ એ. બી. ઝાલાએ પોક્‍સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:48 PM IST)