<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

રાજકોટ યાર્ડમાં મગફળીની ૬૫ હજાર ગુણીની જંગી આવક

વિવિધ જણસી ભરેલા ૯૦૦થી વધુ વાહનોની યાર્ડમાં કતારો લાગી

રાજકોટઃ માર્કેટયાર્ડમાં નોરતા બાદ આજે મગફળીની ૬૫ હજાર ગુણીની જંગી આવક થઇ હતી. મગફળીની સાથે વિવિધ જણસી ભરેલા ૯૦૦થી વધુ વાહનોની યાર્ડ પાસે કતારો લાગી હતી. યાર્ડમાં સફેદ તલ ૯૧૦૦ મણ, કાળા તલ ૨૩૦૦ મણ, સીંગફાડા ૧૨૫૦૦ મણ, ઘંઉ ૪૫૦૦ મણ, ચણા ૪૨૦૦ મણ, જીરૂ ૫૬૦૦ મણ, કલોજી ૧૩૦૦ મણ, વટાણા ૨૮૦૦ મણ, લસણ ૩૦૦૦ મણ તથા કપાસની ૯૦૦૦ મણની આવક થઇ હતી. જણસીઓ ભરેલા વાહનોની ક્રમશ પ્રવેશ આપી ઉતરાઇની વ્‍યવસ્‍થા રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, યાર્ડના ડીરેકટરો તથા સ્‍ટાફ દ્વારા કરાઇ હતી. તસ્‍વીરમાં મગફળીના ઢગલા તથા અન્‍ય જણસીઓ નજરે પડે છે.

(2:16 PM IST)