<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ઇન્‍સ્‍ટાગ્રામમાં લાઇવ થઇ ધાર્મિક લાગણી દુભાવીઃ રીસ્‍કી દીકુડા સામે ગુનો દાખલ

જંગલેશ્વરના નવાઝ હેરંજાએ ભક્‍તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ પ્રિતેશ ઉર્ફે દીકુડાને હાલ માલવીયાનગર પોલીસે મારામારીમાં પકડયો

રાજકોટ તા. ૨૬: રિસ્‍કી દિકુડો ૩૦૭ નામની ઇન્‍સ્‍ટાગ્રામ આઈડી ધરાવનાર શખ્‍સે પોતાની આઈડી પર મુસ્‍લિમ ધર્મના વડાઓ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધાર્મિક લાગણી દુભાઇ અને બે કોમ વચ્‍ચે દુશ્‍મનાવટ થાય તેવું કળત્‍ય આચર્યાની ફરિયાદ દાખલ થઇ છે. આ શખ્‍સને માલવીયાનગર પોલીસે મારામારીના બનાવમાં સકંજામાં લીધો હોઇ હવે પછી ભક્‍તિનગર પોલીસ તેની આ ગુનામાં ધરપકડ કરશે.

જાણવા મળ્‍યા મુજબ જંગલેશ્વરમાં શેરી નંબર ૨૯ તવક્કલ ચોકમાં રહેતા નવાઝ સિદ્દીકભાઈ હેરંજા (ઉ.વ.૩૦) દ્વારા ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્‍સ્‍ટાગ્રામ આઈડી આઈ આઈ રિસ્‍કી દિકુડો ૩૦૭ આઇઆઇના આઈડી ધારકનું નામ આપ્‍યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તે શ્રમ શ્રદ્ધા ચોક ખાતે પાનની દુકાન ધરાવે છે.  ગઇ તા. ૨૫/૫ ના રાત્રીના બારેક વાગ્‍યા આસપાસ તે મોબાઇલમાં ઇન્‍સ્‍ટાગ્રામ જોતો હતો. ત્‍યારે તેના મિત્ર મોહસીન એ તેના ઇન્‍સ્‍ટા આઈડી રિશ્‍કીમિયા ૫૧૫માં મેસેજ આવેલ. જેમાં ઇન્‍સ્‍ટાગ્રામ લાઇવ વીડિયોનો મેસેજ હોય જે મેસેજવાળો વીડિયો જોતા રિસ્‍કી દિકુડો ૩૦૭ નામના આઈડી પરથી લાઈવ કરેલ હોય જેમાં પયંગબર સાહેબ અને મુસ્‍લિમ ધર્મના વડા તથા સમગ્ર મુસ્‍લિમ સમાજની લાગણી દુભાઇ તે રીતે વીડિયોમાં અભદ્ર ભાષા બોલતો હતો.

 જુદી-જુદી કોમના વચ્‍ચે દુશ્‍મનાવટને પ્રોત્‍સાહન આપવાના આશયથી  આ શખસે પોતાના ઇન્‍સ્‍ટા આઈડીમાં લાઇવ વિડિયો કરેલ હોઇ જેથી ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો હતો. આ શખ્‍સ પ્રિતેશ ઉર્ફે દીકુડો હોવાનું ખુલ્‍યું હતું. તાજતેરમાં  મહિરાજ હોટલે યુવાનને છરીના ઘા ઝીંકી દેવાના ગુનામાં માલવિયાનગર પોલીસે તેને સંકજામાં લીધો છે. બાદમાં ભકિતનગર પોલીસે તેની ધરપકડ કરશે.

(3:21 PM IST)