<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

તારા પતિની જેમ દુઃખી નહિ કરું કહી લગ્નની લાલચ દઇ વારંવાર દેહ પીંખ્‍યોઃ સંબંધ પુરો કરતાં ફોટા વાયરલ કર્યા

પતિ સાથે મનમેળ ન હોઇ અલગ રહેતી મહિલાએ જેને ભાઇ બનાવ્‍યો તે શખસના ભાઇએ ફસાવી : પરિણીતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે રાહુલ દવેરા વિરૂધ્‍ધ દુષ્‍કર્મનો ગુનો દાખલ કર્યો

 

રાજકોટ તા. ૧: દુષ્‍કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. એક પરિણીત મહિલાને પતિ સાથે મનમેળ ન હોઇ તે અલગ રહેતી હોઇ પાડોશી મહિલાને ત્‍યાં આવતાં એક શખ્‍સને તેણીએ ભાઇ બનાવતાં આ શખ્‍સના નાના ભાઇએ ફોન કરી ધમકી આપ્‍યા બાદ તેણી સાથે બળજબરી આચરી લીધી હતી. એ પછી હું તને તારા પતિની જેમ દુઃખ નહિ આપુ કહી લગ્નની લાલચ આપી પોતાની સાથે રાખી વારંવાર શરીર સંબંધ બાંધી મારકુટ કરતાં તેણીએ સમજુતીથી છુટા પડવાના કરાર કરી લેતાં આ શખ્‍સે તેણીના ફોટા-ફોન નંબર વાયરલ કરી દેતાં પોલીસે કાર્યવાહી કરી છે.

પરિણીત મહિલાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે રાહુલ રમેશભાઇ દવેરા વિરૂધ્‍ધ દુષ્‍કર્મ, ધમકી, મારકુટ અને ફોટા વાયરલ કરી દેવાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. મહિલાને પતિ સાથે મનદુઃખ હોઇ બે વર્ષથી તે અલગ રહે છે. તેની સાથે તેનો દિકરો પણ રહે છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું અલગ રહેતી ત્‍યારે સોસાયટીમાં રહેતાં એક પડોશી મહિલાના ઘરે દિપકભાઇ દવેરા આવતાં જતાં હોઇ તેની સાથે પરિચય થતાં દિપકભાઇએ મને બહેન બનાવી હતી. આ પછી એક દિવસ મને ફોન આવ્‍યો હતો અને વાત કરનારે પોતે દિપક દવેરાનો ભાઇ રાહુલ દવેરા બોલે છે તેમ કહી કહ્યું હતું કે-તું કેમ મારા ભાઇ દિપકને ફોન કરે છે? જેથી મેં કહેલું કે અમારા પાડોશીને ત્‍યાં તમારા ભાઇ દિપકભાઇ આવતાં હોઇ અને મને તેણે બહેન બનાવી છે. તું એનો ભાઇ છો એટલે મારો પણ ભાઇ છો. તેમ મેં કહેતાં રાહુલે કહેલું કે મારે તને બહેન બનાવવી નથી, મારે ઘણી બહેનો છે. આવુ કહી ફોન કટ કરી નાંખ્‍યો હતો.

બાદ ડીસેમ્‍બર-૨૦૨૪માં રાતે દરવાજો ખખડતાં મેં મબારીમાંથી જોતાં બહાર રાહુલ ઉભો હતો. મેં તેને અત્‍યારે અહિથી જતાં રહો તેમ કહેતાં તે દિવાલ ટપીને આવી ગયો હતો. જેથી મેં તરત દિપકભાઇ દવેરાને ફોન કરી તમારો ભાઇ રાહુલ આવ્‍યો છે તેમ કહેતાં તે તરત આવ્‍યા હતાં અને રાહુલને સમજાવ્‍યો હતો. પણ રાહુલ સમજ્‍યો નહોતો. બાદમાં રાહુલે કહેલું કે હું જેમ કહું તેમ કર નહિતર તારા દિકરાને મારી નાંખીશ. તેમ કહી તેણે શરીર સંબંધ બાંધી લીધો હતો. પછી બે મહિના બાદ ફરીથી રાહુલે મને કહેલું કે હું તને તારા પતિની જેમ દુઃખ નહિ આપુ, તને સાચવી લઇશ તેમ કહેતાં મારા દિકરાને મેં માવતરને સોંપ્‍યો હતો અને હું રાહુલ સાથે ક્‍વાર્ટરમાં રહેવા ગઇહતી. એ પછી રાહુલે ત્રણેક મહિના સારી રીતે રાખી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્‍યા હતાં.

બાદમાં રાહુલે કહેલું કે મેં મારા પરિવારમાં આપણી વાત કરી લીધી છે. તેમ કહી તે તેના પરિવાર સાથે રહેવા લઇ ગયો હતો. ત્‍યાં  પણ અનેક વખત શરીર સંબંધ બાંધ્‍યા હતાં. જો કે તે અવાર-નવાર મને ઢીકાપાટુનો માર પણ મારી લેતો હતો. જેથી કંટાળીને હું મારા માતવરે જતી રહી હતી. પણ રાહુલ સતત બીજાના ફોનમાંથી ફોન કરી હેરાન કરતો હોઇ હું તેને ફોન કરવાની ના પાડી હોવા છતાં તે સમજતો ન હોઇ એક પરિચીતની મદદથી મેં છુટા કર્યાનો સમજુતી કરાર કરાવ્‍યો હતો. એ પછી રાહુલ ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. દરમિયાન તેણે પોતાની ઇન્‍સ્‍ટા આઇડીમાં મારા ફોટા અને મોબાઇલ નંબર પોસ્‍ટ કરી વાયરલ કરી દીધા હતાં. મને લગ્નની લાલચ આપી અવાર-નવાર સંબંધ બાંધી લઇ મારકુટ કરી હોઇ છેલ્લે છુટા પડયાના કરાર કરતાં તેણે ખાર રાખી ફોટા વાયરલ કરતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ ભોગ બનનારે કહેતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. પારઘીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:53 PM IST)