News of Thursday, 4th June 2026
‘‘ જો ડો. બાબા સાહેબ આંબેડકર આજે હયાત હોત તો '': શનિવારે રોલ પ્લે કાર્યક્રમ

રાજકોટ : તા.૪:‘‘ જો ડો. બાબા સાહેબ આંબેડકર આજે હયાત હોત તો.. '' વિષયને લઇને બહુજન સોસાયટી ઓફ સુરેન્દ્રનગર દ્વારા આત્મન યુવા ગ્રુપ રાજકોટના સહયોગથી ‘‘રોલ પ્લે'' કાર્યક્રમ તા.૬ના શનિવારે રાત્રે ૮ કલાકે, લક્ષ્મી સોસાયટી કોમ્યુ. હોલના પટાંગણ ખાતે યોજાયેલ છે.
વર્તમાન સમયમાં સમાજના વિવિધ વર્ગોના સામાજિક, શૈક્ષણિક, આર્થિક, વ્યવસાયિક અને ધાર્મિક વગેરે પ્રશ્નો બાબતે જો ડો. બાબાસાહેબ આંબેડકર આજે હયાત તો ઉકેલ લાવવા માટે કેવુ માર્ગદર્શન પુરૂં પાડતા હોત. આ કાર્યક્રમમાં પંદર વ્યક્તિઓ સ્ટેજ પર રોલ પ્લે કરશે. ચિંતન, મનન અને જાણવા માણવાના કાર્યક્રમનો લાભ લેવા સોૈને અપીલ કરાઇ છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા દિનેશભાઇ સોલંકી, રવિન્દ્રભાઇ પરમાર, ભાવિનભાઇ વાઘેલા, ડાયાભાઇ ગોહિલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:12 PM IST)










