<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

માતા-પિતા રાજી તો ભગવાન રાજી : પૂ.ગીરીબાપુ

યુદ્ધની અસર ઇન્‍ટરનેટ પર પડશે, વહીવટો ઠપ થઈ શકે તેવી ચિંતા વ્‍યક્‍ત કરીને વિશ્વ શાંતિ માટે પૂ.ગીરીબાપુએ પ્રાર્થના કરાવી

 

રાજકોટમાં જય સરદાર ગૌશાળા સેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા મવડી સ્‍થિત અમળત વાટિકા ગ્રાઉન્‍ડ, સર્વોદય સ્‍કૂલ સામે પૂ. ગીરીબાપુના વ્‍યાસાસને આયોજિત ગૌધામ શિવકથામા ગૌમાતાને રાષ્‍ટ્રમાતા જાહેર કરવા સહી ઝુંબેશનો મંગલ પ્રારંભ

રાજકોટ તા.૨૫ :  જય સરદાર ગૌશાળા સેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટના મવડી સ્‍થિત અમળત વાટિકા ગ્રાઉન્‍ડ, સર્વોદય સ્‍કૂલ સામે, સુપ્રસિદ્ધ શિવકથાકાર પૂ. ગીરીબાપુના શ્રીમુખે પવિત્ર ગૌધામ ગૌ શિવકથાનું આયોજન ૨૩ એપ્રિલથી ૧ મે સુધી કરવામાં આવ્‍યું છે.

 પ્રભાવ કે કુભાવથી કથા સાંભળો તો પણ પુણ્‍ય મળે છે.તેમ દેવરાજ-ચિંચુલાજીના ઙ્કસંગથી પૂ.ગીરીબાપુએ  શિવકથાનું મહાત્‍મ્‍ય સમજાવ્‍યું હતું. માતા-પિતા રાજી તો ભગવાન રાજી તેમ પૂ.ગીરીબાપુએ દેવરાજની કથા થકી  સત્‍કર્મનો સંદેશ આપ્‍યો હતો.પાપનો પસ્‍તાવો જ પાપની મુક્‍તિ તેમ પૂ. ગીરીબાપુએ ચિંચુલાજીના પ્રસંગથી  મુક્‍તિનો માર્ગ બતાવ્‍યો હતો.યુદ્ધની અસર ઇન્‍ટરનેટ પર પડશે, વહીવટો ઠપ થઈ શકે તેવી ચિંતા વ્‍યક્‍ત કરીને વિશ્વ શાંતિ માટે પૂ. ગીરીબાપુએ પ્રાર્થના કરાવી હતી. સંગઠિત થઈશું તો સનાતન પરંપરા સુરક્ષિત રહેશે.તેમ પૂ.ગીરીબાપુએ જણાવીને વ્‍યાસપીઠ પરથી  ગૌસેવા અને સંસ્‍કળત ભાષા માટે આહવાન કર્યું હતું.

જય સરદાર ગૌશાળા ટ્રસ્‍ટ દ્વારા કથા સ્‍થળે ગૌસેવા સન્‍માન આહવાન અભિયાનનો ૨૭ એપ્રિલથી ૨૭ જુલાઈ સુધી પ્રારંભ કરાયો છે. આ અભિયાન હેઠળ ભારતમાં ગૌહત્‍યા નાબૂદ થાય, ગૌમાતાને રાષ્‍ટ્રમાતા, રાષ્‍ટ્રીય દેવી, રાષ્‍ટ્રીય આરોગ્‍ય દેવી અને રાષ્‍ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવે તે માટે સહી ઝુંબેશ હાથ ધરાઈ છે.પૂ. ગીરીબાપુએ વ્‍યાસપીઠ પરથી સંસ્‍કળતને દેવભાષા તરીકે સ્‍વીકારવા અને સંગઠિત થઈને સનાતન પરંપરા સુરક્ષિત રાખવા આહવાન કર્યું હતું. કથા સ્‍થળે જ ગૌભક્‍તો સહી ઝુંબેશમાં ભાગ લઈ શકે તેવી વ્‍યવસ્‍થા કરાઈ છે.

કથાના બીજા દિવસે ઉદય ગીરીબાપુ, હસુબાપુ સહિત અનેક સંતો-મહંતો અને સામાજિક અગ્રણીઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. યજમાન દાતાશ્રીઓ સમૂહ આરતીમાં જોડાયા હતા અને વ્‍યાસપીઠ પર શિવપુરાણનું પૂજન-અર્ચન કર્યું હતું. મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ભક્‍તોએ બાલાજી દાદાની કળપાથી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

કથાના મુખ્‍ય ભામાશાઓમાં બાલાજી દાદાની કળપાથી શિવકથાના તમામ દિવસોના ભોજન પ્રસાદી ની સંપૂર્ણ સેવા એક ભાવિક પરિવાર તરફથી તથા અન્‍ય દત્તાઓના સહયોગથી આ શિવકથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

કથાનું આયોજન જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ (કોઠારીયા)ના સંચાલક ટ્રસ્‍ટી મંડળના ચેરમેન ગોરધનભાઇ અરજણભાઇ લક્કડની આગેવાનીમાં થયું છે. સ્‍ટેજ સંચાલન હાર્દિકભાઇ સોરઠીયા દ્વારા કરવામાં આવી રહયું છે. (૪.૧૧)

 ગૌશાળાના લાભાર્થે ત્રિદિવસીય બ્‍લડ ડોનેશન કેમ્‍પનો પ્રારંભ

રાજકોટ, તા.,૨૫ : મવડી સ્‍થિત અમળત વાટિકા ગ્રાઉન્‍ડ ખાતે ચાલી રહેલી નવ ધામ ગૌ શિવકથાના ઉપક્રમે જય સરદાર ગૌશાળા સેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા ગૌશાળાના લાભાર્થે ત્રિદિવસીય બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા સ્‍થળે જ ૨૫ એપ્રિલ શનિવાર, ૨૮ એપ્રિલ મંગળવાર અને ૧ મેના રોજ રક્‍તદાન કેમ્‍પ યોજાશે.

રક્‍તદાન કેમ્‍પ દરમિયાન જરૂરી મેડિકલ સુવિધા અને તજજ્ઞ ડોક્‍ટરોની ટીમ ઉપસ્‍થિત રહેશે. કથા શ્રવણ બાદ ભક્‍તો રક્‍તદાન કરી પુણ્‍યનું ભાથું બાંધી શકશે. ગૌશાળા ટ્રસ્‍ટ દ્વારા વધુમાં વધુ લોકો રક્‍તદાન કરી સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરવા અનુરોધ કરાયો છે (૪.૧૧)

રાત્રે દિવ્‍ય ભક્‍તિ સંધ્‍યા અલ્‍પા પટેલ-હિતેશ અંટાળા જમાવશે રંગ

રાજકોટ તા.૨૫ :  મવડી સ્‍થિત અમળત વાટિકા ગ્રાઉન્‍ડ ખાતે ચાલી રહેલી નવ ધામ ગૌ શિવકથાના ઉપક્રમે આજે શનિવારે રાત્રે ૮ કલાકે શ્નદિવ્‍ય ભક્‍તિ સંધ્‍યાઙ્ખનું આયોજન કરવામાં આવ્‍યું છે. જય સરદાર ગૌશાળા સેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત આ ભવ્‍ય લોક ડાયરાના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયિકા અલ્‍પા પટેલ અને હાસ્‍ય કલાકાર હિતેશ અંટાળા સૂર અને હાસ્‍યનો સંગમ રજૂ કરશે.

(3:29 PM IST)