<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કાલથી ઓમકાર સ્‍કૂલમાં સચિત્ર કૃષ્‍ણલીલા

રાજકોટ કોઠારીયા ખાતે લાલો આવે છે...બાળલીલાનું સચિત્ર રસપાન કરવા કૃષ્‍ણપ્રેમીને આમંત્રણઃ પત્રકાર પરીષદમાં વિગતો વર્ણવતા ટ્રસ્‍ટી રજનીભાઈ ગઢીયા

રાજકોટઃ સચિત્ર કૃષ્‍ણલીલા ભાગ-૨નું આયોજન પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા ઓમકાર સ્‍કૂલના રજનીશભાઈ ગઢીયા, પ્રિન્‍સીપાલ રાજનભાઈ ગઢિયા, હેડ રાજેષભાઈ કાનાબાર સહિતના નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૩૦: રાજકોટ શહેરમાં કોઠારીયા રોલેક્ષ રોડ ખાતે આવેલ ઓમકાર સ્‍કુલમાં તા.૧ થી ૩ મે સુધી સચિત્ર કૃષ્‍ણલીલા ભાગ-૨, લાલો આવે છે...નું દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. પત્રકાર પરિષદમાં ઓમકાર સ્‍કૂલના ટ્રસ્‍ટી રજનીકાંત ગઢિયાએ જણાવ્‍યું હતું કે બાળપ્રભુશ્રી કૃષ્‍ણની બાળ લીલાઓને બાળકોને ભાષામાં એટલે કે ચિત્ર સ્‍વરૂપે જીવંત કરતું ત્રિ-દિવસીય અદ્‌ભૂત અપ્રીતમ નયનરમ્‍ય પ્રદર્શન ‘‘સચિત્ર કૃષ્‍ણલીલા''. આ પ્રદર્શનમાં આવીને નાના મોટા સૌ દિવ્‍યતા ધન્‍યતા અનુભવશે અને બાળપ્રભુનાં જીવનની સ્‍મૃતિઓ લઈને જશે. જે આજીવન તેમનાં હૃદયમાં માનસપટ પર અંકિત થયેલી રહેશે અને આજીવન તેમને જીવન જીવવા માટેની પ્રેરણા આપતી રહેશે. મુશ્‍કેલ પરિસ્‍થિતીઓમાં બળ આપતી રહેશે.

જેના મુખમાં અનેક બ્રહ્માંડ સમાયેલા છે. એવા સૃષ્‍ટીના સર્જનહાર સાથે ભેટો કરાવીએ. કૃષ્‍ણ સુદામાની ભાઈબંધી શીખવીએ વાત્‍સલ્‍યમુર્તી માતા યશોદામાં પ્રેમાળ-ખોળાની હુફ આપીએ. કાલીનાગ કંસ જેવા મહાઅસૂરનો વધ કરનાર ભગવાનના જીવનમાંથી પ્રેરણા લઈને  આપણે પણ આપણા બાળકને નિડર શુરવીર બનાવીએ.

આ સચિત્ર કૃષ્‍ણલીલાના  પ્રદર્શનનો મુખ્‍ય હેતુ. ટ્રસ્‍ટી રજનીભાઈ ગઢીયાએ જણાવ્‍યો. આમ તો ભારતની ભુમિ એટલી ફળદ્રુપ છે કે અહીં દિવ્‍ય આત્‍માઓનું અવતરણ થતું જ રહે છે. પરંતુ ક્‍યારેક ક્‍યારેક એકાદ નાનકડો પ્રસંગ પણ જીવન બદલી દેતો હોય છે. અને યુગપુરૂષનાં નિર્માણ માટે નિમીત બનતો હોય છે.

સચિત્ર કૃષ્‍ણલીલામાં આકાશવાણી, કારાવાસ ગૃહ, જમુનાપાર, પારણા દર્શન, પુતનાવધ, બ્રહ્માંડ દર્શન, દામોદર લીલા, અસુર વધ, કૃષ્‍ણ સુદામા, માખણ ચોર લીલા, વસ્‍ત્રાહરણ, કાલીયા દમન, મટુકી ફોડ જંગલમાં, ગોવર્ધન લીલા, રાસલીલા, ગોકુળ ત્‍યાગ, કુબજા ઉદ્ધાર, ફૂલડોર, કંસ વધનો સમાવેશ થાય છે

(2:35 PM IST)