<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સગીરાનું બાવડુ પકડી ઘરમાં ખેંચી મુરલીએ બથ ભરી લીધીઃ ધમકાવીને વારંવાર દૂષ્‍કર્મ

યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં બનાવ : ત્રણ મહિના સુધી અવાર-નવાર ધાકધમકી દઇ શરીર સંબંધ બાંધી લીધાઃ બાળાએ અંતે પરિવારને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૧: વધુ એક સગીરા હવસખોરીનો શિકાર બની છે. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં રહેતાં મુરલી આહિર નામના શખ્‍સે સગીરાને હાથ પકડી ઘરે ખેંચી જઇ બથ ભરી શરીરે હાથ ફેરવી અવાર-નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધાનો બનાવ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદ પરથી જામનગર રોડ વિસ્‍તારમાં રહેતાં મુરલી આહિર વિરૂધ્‍ધ પોક્‍સો, દુષ્‍કર્મ હેઠળ ગુનો નોંધ્‍યો છે. ત્રણેક વર્ષ પહેલા સગીરા એકલી હતી ત્‍યારે મુરલી ધસી આવ્‍યો હતો અને તેણીનો હાથ પકડી લીધો હતો. સગીરા કંઇ સમજે એ પહેલા તે ખેંચીને ઘરે લઇ ગયો હતો અને બથ ભરી લીધી હતી. તરૂણીએ પ્રતિકાર કર્યો પણ તે બચી શકી નહોતી. મુરલીએ બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો.

પહેલી વખત આ રીતે બળજબરી આચરી લીધા બાદ મુરલીને તેણીને ધાકધમકી આપી હતી અને કોઇને વાત કરશે તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. ગભરાઇ ગયેલી સગીરાએ કોઇને વાત કરી નહોતી. આ પછી મુરલી વધુ બેફામ બની ગયો હતો.  બાદમાં ફરીથી તેણી સાથે અવાર-નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધા હતાં. તેણી હાલમાં ગુમસુમ રહેતી હોઇ પરિવારજનોને કંઇક અજુગતુ બન્‍યાનું લાગતાં ફોસલાવીને પૃછા કરતાં તેણીએ પોતાની સાથે બળજબરી થઇની હકિકત જણાવતાં પરિવારજનો ચોંકી ગયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતાં પોલીસે મુરલી આહિર સામે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:52 PM IST)